Chitralekha Jashwant chhaya

‘‘ફીયર’’ નહીં, ‘‘અવેર’’ જ આપણને કોરોનાથી બચાવશે

Chitralekha Jashwant chhaya

‘‘ચિત્રલેખા’’ મેગેઝીનના રાજકોટ બ્યુરો ચીફશ્રી જ્વલંત છાયાનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૦૭ ઓક્ટોબર: કોરોનાની મહામારીના સમયમાં ‘‘ચિત્રલેખા’’ મેગેઝિનના રાજકોટ બ્યુરો ચીફશ્રી જ્વલંત છાયા રાજકોટના લોકોને ‘‘ફીયર’’ નહીં પણ ‘‘અવેર’’ રાખવાનો અનુરોધ કરતાં તેમનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, આપણે બધા જ બહુ કપરા કાળમાંથી પસાર થઈ રહયા છીએ, તે આપણે સૌ જાણીએ જ છીએ. કોરોનાનો ભરડો હજુ પણ વિશ્વને છે, આપણા રાષ્ટ્રને છે અને ગુજરાત રાજયને પણ છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ છે, એ સાચું.. પરંતુ વાયરસ હોય, કે યુધ્ધ હોય. એક બાબત તો નિશ્વિત છે કે ગભરાવાથી કંઈ નહી થાય. ગભરાટ કે ડર એ કોઈ બાબતનો ઉકેલ નથી.

કોરોના વાયરસના કારણે થતાં નુકશાન અને કોરોના વાયરસની અસરોથી આપણે ચોક્કસપણે સાવધાન રહેવાનું છે. માસ્ક પહેરવાનું છે, જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું જ નથી, અને જો નીકળવું જ પડે તો માસ્ક અવશ્ય પહેરવાનું જ છે. અને ઘરે જઈને નાસ લઈ લઈએ અને હાથને પણ સેનેટાઈઝ કરીએ. ટુંકમાં જે કાંઈ પણ આરોગ્યલક્ષી માર્ગદર્શિકા છે, રાજય અને કેન્દ્ર સરકારે જે – જે સૂચનાઓ આપણને માર્ચ મહિનાથી આપી છે, તેનું આપણે સતત પાલન કરવાનું જ છે. તો જ આપણે કોરોનાથી બચી શકીશું.

Advt Banner Header

હા, પણ એક માત્ર વાત છે કે,આનાથી ડરવાનું નથી, જાગૃત થવાનું છે.‘‘ફીયર’’ કરતાં  ‘‘અવેર’’  જ આપણને કોરોનાથી સારી રીતે બચાવશે.

નિષ્ણાતો ઘણી બધી વાતો કરે છે, પરંતુ આ સમયમાં મારે એટલું જ કહેવું છે કે, આપણે આપણી શ્રધ્ધા, આસ્થા જે કોઈ પણ તત્વમાં વિશ્વાસ છે તેને દ્રઢ બનાવીએ અને મનોમન એવું વિચારીએ કે, આ કપરો કાળ પણ વીતી જશે અને ફરી વિશ્વ પૂર્વવત્ ધબકતું થશે. પણ ત્યાં સુધી ડર નહી, માત્ર સાવધાની જ રાખવાની છે. અને તો જ બહુ ઝડપથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’.