પ્રધાનમંત્રીએ NAM સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2020ના રોજ હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા અંગે ચર્ચા માટે યોજાયેલી નોન અલાઇન્ડ મૂવમેન્ટ (NAM) સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો. NAM સંપર્ક સમૂહની ઑનલાઇન શિખર બેઠક “કોવિડ-19 સામે એકજૂથ” થીમ પર હતી, જેનું યજમાન પદ NAMના વર્તમાન અધ્યક્ષ અઝેરબેજાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇલ્હામ અલિયેવે સંભાળ્યું હતું. આ બેઠકનો મૂળ હેતુ કોવિડ-19 મહામારી સામે આંતરરાષ્ટ્રીય એકતાનો પ્રચાર કરવાનો અને આ મહામારીનો સામનો કરવા માટે દરેક દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસોમાં ગતિવિધી લાવવાનો હતો. આ કાર્યક્રમમાં શાંતિ માટે બહુપક્ષીયતા અને રાજનીતિ આંતરરાષ્ટ્રીય દિવસની શાબ્દિક ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સહભાગીતાએ એક આદ્યસ્થાપક સભ્ય તરીકે NAMના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે ભારતની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. આ ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ આ ચળવળમાં એકજૂથતા જાળવવા માટે શક્ય હોય એટલો સહકાર આપવામાં ભારતની સજ્જતાની પુષ્ટિ કરતી વખતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરીને આ કટોકટીના સમયમાં સંકલિત, સહિયારા અને એકસમાન પ્રતિક્રિયા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ખાસ કરીને ત્રાસવાદ અને ખોટા સમાચાર જેવી બાબતોમાં અન્ય વાયરસ સામે દુનિયાના એકધારા પ્રયાસો પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદી આ બેઠકમાં અન્ય 30થી વધુ દેશોના અને સરકારોના વડા તેમજ અન્ય નેતાઓ સાથે જોડાયા હતા જેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન તેમજ યુરોપના દેશો પણ સામેલ છે. આ શિખર બેઠકને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસભાના અધ્યક્ષ પ્રો. તિજ્જાની મુહમ્મદ બાંદે, સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ શ્રી એન્ટોનિઓ ગુટેરસ, આફ્રિકન સંઘના ચેરપર્સન મુસા ફાકી મહામત, યુરોપીયન સંઘના ઉચ્ચ પ્રતિનિધી જોસેપ બોર્રેલ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠનના મહા નિદેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસુસે પણ સંબોધન કર્યું હતું. એકંદરે, NAMના નેતાઓએ કોવિડ-19ના પ્રભાવોનું આકલન કર્યું હતું, સંભવિત ઉપચારો માટેની જરૂરિયાતો અને માંગ ઓળખી હતી અને કાર્યલક્ષી ફોલોઅપ માટે વિનંતી કરી હતી. આ બેઠક પછી, નેતાઓએ એક વાત સ્વીકારી હતી જેમાં કોવિડ-19 સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય એકજૂથતાનું મહત્વ ટાંકવામાં આવ્યું હતું. નેતાઓએ કોવિડ-19 સામેની લડાઇમાં સભ્ય દેશોની મૂળભૂત તબીબી, સામાજિક અને માનવીય જરૂરિયાતો પ્રતિબિંબિત કરતો સામાન્ય ડેટાબેઝ તૈયાર કરીને સભ્ય દેશોની માંગ અને જરૂરિયાતો ઓળખવા માટે એક ‘ટાસ્ક ફોર્સ’નું ગઠન કરવાની પણ જાહેરાત કરી હતી.

प्रति दिन 10 लाख व्यक्ति किफायती मूल्यों पर गुणवत्तापूर्ण दवाएं खरीदने पीएम जन औषधि केंद्र जा रहे हैं

पीएम जन औषधि केंद्र (पीएमजेएके) कोविड-19 स्थिति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं: मनसुख मंडाविया 04 MAY 2020 by PIB Delhi जहाजरानी तथा रसायन एवं उर्वरक राज्य मंत्री (स्वतंत्र प्रभार) … Read More

પશ્ચિમ રેલવે ની 7 પાર્સલ વિશેષ ટ્રેનો દેશ ના વિવિધ ભાગો માટે આજે રવાના

અમદાવાદ,૦૩,એપ્રિલ ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું ચાલુ રાખ્યું … Read More

भारतीय रेल की कुल पार्सल लोडिंग में 49% और आय में 41% का योगदान देकर पश्चिम रेलवे एक बार फिर रही अव्वल

लॉकडाउन के दौरान भारतीय रेल की कुल पार्सल लोडिंग में 49%और आय में 41% का योगदान देकर पश्चिम रेलवे एक बार फिर रही अव्वल पश्चिम रेलवे द्वारा 7 पार्सल विशेष ट्रेनों की 82 और … Read More

प्रधानमंत्री ने भारत में विकास को गति देने के लिए वित्तीय क्षेत्र, संरचनात्मक और कल्याणकारी उपायों पर चर्चा करने के लिए एक विस्तृत बैठक की अध्यक्षता की

by PIB Delhi प्रधानमंत्री ने वर्तमान संदर्भ में विकास और कल्याण को गति देने के लिए संरचनात्मक सुधारों के साथ-साथ वित्तीय क्षेत्र में हस्तक्षेप के माध्यम से रणनीतियों पर चर्चा … Read More