પશ્ચિમ રેલવે ની 7 પાર્સલ વિશેષ ટ્રેનો દેશ ના વિવિધ ભાગો માટે આજે રવાના

અમદાવાદ,૦૩,એપ્રિલ ૨૦૨૦

પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તે સન્માન ની બાબત છે કે પશ્ચિમ રેલ્વે માત્ર આવશ્યક ચીજવસ્તુઓ જ નહીં, પરંતુ ખૂબ જ તાત્કાલિક વતુઓ જેવી કે દવાઓ અને તબીબી ઉપકરણોની સપ્લાય કરીને પણ દેશ સેવા માટે ફાળો મહત્વ નો ફાળો આપ્યો છે. પશ્ચિમ રેલ્વે એ લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વિવિધ ટાઈમ ટેબ્લ્ડ પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવાનું કાર્ય નિરંતર ચાલુ રાખ્યું છે. તેમાં દૂધની રેક સહિતની સાત પાર્સલ સ્પેશિયલ ટ્રેનો 3 મે, 2020 ના રોજ પશ્ચિમ રેલ્વે ના વિવિધ સ્ટેશનો થી દેશભરના વિવિધ સ્થળોએ રવાના થઈ હતી.
પશ્ચિમ રેલ્વે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, 23 માર્ચ થી 3 મે 2020 સુધીમાં, 24000 ટન થી વધુ વજન ની ચીજવસ્તુઓ તેની વિવિધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવી છે, જેમાં દવાઓ, માછલી, દૂધ , કૃષિ પેદાશો વગેરે નો સમાવેશ થાય છે, આ પરિવહન દ્વારા થતી આવક અંદાજે રૂ. 7.27 કરોડ થઈ છે. 20 દૂધની વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા ચલાવવામાં આવી હતી, જેમાં 14400 ટન થી વધુ વજન વાળી અને જેમાં વેગનનો 100% ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી આશરે રૂ .2.48 કરોડની આવક થઈ છે. તેવી જ રીતે, 124 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેના થી રૂ. 4 કરોડ થી વધુ ની આવક થઈ છે. આ ઉપરાંત, આશરે 78 લાખની કમાણી માટે 100% ઉપયોગ સાથે 4 ઇન્ડેન્ટ રેક્સ પણ ચલાવવામાં આવી હતી.શ્રી ભાકરે માહિતી આપી કે 3 મે, ૨૦૨૦ ના રોજ પશ્ચિમ રેલ્વે થી સાત પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશના વિવિધ ભાગો માટે રવાના થઈ, જેમાં મુંબઇ સેન્ટ્રલ - ફિરોઝપુર, ઓખા - બાંદ્રા ટર્મિનસ, રાજકોટ - કોયમ્બતુર, ઓખા - ગુવાહાટી, દાદર - ભુજ અને બાંદ્રા ટર્મિનસ - ઓખા પાર્સલ વિશેષ ટ્રેનો નોસમાવેશ થાય છે જ્યારે એક દૂધની વિશેષ રેક પાલનપુર થી હિન્દ ટર્મિનલ માટે રવાના થઈ છે. તેમણે જણાવ્યું હતું કે 22 મી માર્ચ થી 2 મે, 2020 સુધીના લોકડાઉન સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા માલ ગાડીઓના કુલ 2847 રેકનો ઉપયોગ 6.21 મિલિયન ટન જેટલી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે કરવામાં આવ્યો છે.

5876 માલગાડીઓ ને અન્ય રેલ્વે પર મોકલવામાં આવી છે, જેમાં 2966 ટ્રેનોને સોંપવામાં આવી છે અને 2910 ટ્રેનો વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવમાં આવી છે. પાર્સલ વાન / રેલ્વે મિલ્ક ટેન્કર્સ (આરએમટી) ના 150 મિલેનિયમ પાર્સલ રેક્સને દૂધના પાવડર, પ્રવાહી દૂધ અને અન્ય માલ જેવી આવશ્યક ચીજવસ્તુઓની માંગ મુજબ સપ્લાય કરવા માટે દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવ્યા છે. માર્ચ 2020 ના મહિનામાં પશ્ચિમ રેલ્વે પર ની આવકનું નુકસાન 207.11 કરોડ રૂપિયા થયું છે, એપ્રિલ 2020 માં તે રૂ .449.52 કરોડ અને મે નાં 2 દિવસમાં 29.98 કરોડ રૂપિયા થયું છે. આમ લોકડાઉન ને (ઉપનગરીય + બિન- ઉપનગરીય સહિત) કારણે આવકનું કુલ નુકસાન રૂ. 686.61 કરોડ થયું છે. આમ છતાં, ટિકિટો રદ થવાને કારણે, પશ્ચિમ રેલ્વે એ 236.02 કરોડ રૂપિયા નું રિફંડ કર્યું છે. અત્યાર સુધીમાં 36.22 લાખ મુસાફરોએ સમગ્ર પશ્ચિમ રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રીફંડની રકમ પ્રાપ્ત થઈ છે.