અમદાવાદમાં રમાનારી T20 મેચમાં દર્શકોને પ્રવેશ નહીં, GCA એ લીધો નિર્ણય

351a7513 d75b 4f09 a80f f1318dbea3e1

અમદાવાદમાં રમાનારી T20 મેચમાં દર્શકોને પ્રવેશ નહીં, GCA એ લીધો નિર્ણય

અમદાવાદ , ૧૫ માર્ચ: રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 સિરીઝની અંતિમ ત્રણ T20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA) આ નિર્ણય લીધો છે. 

ADVT Dental Titanium

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. જેમાં બે મેચ રમાઈ ચુકી છે. હવે 16, 18 અને 20 માર્ચે આગામી ત્રણ T20 મેચ રમાવાની છે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સૌથી મોટો નિર્ણય લીધો છે. બાકીની ત્રણેય મેચ હવે બંધ બારણે રમાશે. આ મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો થઈ રહ્યો છે.

Whatsapp Join Banner Guj

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે તો બીજી મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. હાલ સિરીઝ 1-1થી બરોબર છે. હવે આગામી 16, 18 અને 20 માર્ચે બાકીની ત્રણ ટી20 મેચ રમાવાની છે. હવે આ તમામ મેચ બંધ બારણે રમાશે. 

કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર બંધબારણે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રેક્ષકોએ માર્ચ 16, માર્ચ 18 અને માર્ચ 20, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચાવિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું છે.

આ પણ વાંચો…જામનગર નજીક પોલીસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને(Fake droctor) જન આરોગ્ય સાથે ચેડા કરતા પકડી પાડ્યો