Ambaji Temple

તીર્થસ્થળ અંબાજી માં ઓથોરિટી શાસન નુ બીલ ચાલુ વિધાનસભા મા મંજુર કરાનાર છે

Ambaji Temple

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી,૧૯ સપ્ટેમ્બર:અંબાજી ધામએ કરોડો શ્રદ્ધાળુંઓ ની આસ્થા નું કેન્દ્ર છે ત્યારે અંબાજી નું વધુ વિકાસ થાય ને વધુ સુવિધા સભર બને તે માટે હવે અંબાજી ને નગરપાલીકા નહીં પણ સરકાર દ્વારા વિશેષ ફંડ આપી અલગ ઓળખાણ મળે તે માટે વિશેષ હોદ્દો આપી અંબાજી ઓથોરીટી નગર જાહેર રાજ્ય ના મુખ્યપ્રધાન વિજય રુપાણી એ અંબાજી ખાતે 25 જાન્યુઆરી 2019 ના રોજ ઓથોરિટી શાસન ની જાહેરાત કરીહતી ને હવે એ દિવસો દુર નથી જ્યા અંબાજી માં સરકારી અધીકારીઓ નુ રાજ હશે ….

loading…

રાજ્ય માં કેવડીયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ઓથોરીટી શાસન લાગુ કર્યા બાદ હવે ચાલુ વિધાનસભા મા તીર્થસ્થળ અંબાજી માં ઓથોરિટી શાસન નુ બીલ મંજુર કરાનાર છે અને સાથોસાથ સરકાર અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમ કાયદો 2020 પણ લાગુ કરી શકે છે . ને જેનાંથી નવા ટાઉમ પ્લાનીંગ અને નવા વિકસીલ કાર્યો કરવાં સરકાર ચોક્કસ પુરતા પ્રયાસો કરાશે