Gyanshevardas Ji Ambaji 2

સંત જ્ઞાનેશ્વરદાસ જી (Gyanshevardas Ji) મહારાજ ધર્મ જાગરણ જાગૃત્તિ ને લઈ યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા

Gyanshevardas Ji Ambaji

સંત જ્ઞાનેશ્વરદાસ જી (Gyanshevardas Ji) મહારાજ બનાસકાંઠા જિલ્લા ના વિવિધ વિસ્તારો માં ધર્મ જાગરણ જાગૃત્તિ ને લઈ સભાઓ યોજી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૪ માર્ચ:
સનાતન સતપંથ પ્રેરણા પીઠ પીરાણા, અમદાવાદ સંસ્થા ના સંત પરમપૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનસેશ્વરદાસ જી (Gyanshevardas Ji) મહારાજ સનાતન સતપંથ ધર્મ જાગરણ અભિયાન ની શરૂઆત કરી છે જેને લઈ સંત જ્ઞાનેશ્વરદાસ જી મહારાજ આજે બનાસકાંઠા જિલ્લા ના વિવિધ વિસ્તારો માં ધર્મ જાગરણ જાગૃત્તિ ને લઈ સભાઓ યોજી હતી ને ત્યાર બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા હતા ને અંબાજી નિજ મંદિર માં અંબા ના દર્શન કરી આશીર્વાદ લીધા હતા

Whatsapp Join Banner Guj

જ્યાં પૂજારી દ્વારા ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા ને માતાજી ની ગાદી ઉપર પણ સંત જ્ઞાનેશ્વરદાસ જી મહારાજે ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા સંત જ્ઞાનેશ્વરદાસ જી મહારાજે પોતાની સંસ્થા દ્વારા અયોધ્યા રામમંદિર ના નિર્માણ માટે રૂપિયા 1 કરોડ ની માતબર રકમ અર્પણ કરી હતી ને લોકો માં ધર્મ નો ક્ષય થઈ રહ્યો છે ને જેમ રાજકારણ માં રાજનીતી હોય તેમ ધર્મ માં ધર્મરાજ હોય તેમાટે ધર્મ પ્રત્ય જાગૃતિ આવે અને ધર્મ ની સાથે ધર્મ સંગઠન શક્તિ મજબૂત બને તે માટે તેમને આ એક અભિયાન ચલાવી રહ્યા છે

હાલ માં કોરોના ફરીથી વકરી રહ્યો છે ત્યારે હાલ આ અભીયાન ને મુલત્વી રાખવા પણ જમાવ્યુ હતુ અંબાજી પહોંચેલા સંત જ્ઞાનેશ્વરદાસ જી મહારાજ નુ તેમના અનુયાયીઓ દ્વારા આરતી ઉતારી ઉષ્મા ભર્યું સ્વાગત પણ કર્યું હતું

આ પણ વાંચો…Loan Moratoriumને લઇ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું- સંપૂર્ણ વ્યાજ માફી નહીં મળે- વાંચો સંપૂર્ણ અહેવાલ