Bala chhadi yog day

Yoga day: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

Yoga day: વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન યોગાભ્યાસ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ જૂન:
Yoga day: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઓનલાઇન મોડ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. કેડેટ્સે તેમના ઘરથી ઓનલાઇન મોડ દ્વારા યોગ સત્રમાં ભાગ લીધો હતો જ્યારે અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનોએ યોગ્ય સામાજિક અંતર જાળવીને સ્કૂલમાં યોગા કર્યા હતા.

આ તકે સ્કૂલના યોગ પ્રશિક્ષક (Yoga day) ડૉ.ભાવેશ ચાંદેગરાના માર્ગદર્શન હેઠળ કેડેટ્સ અને સ્ટાફે યોગા કર્યા હતા.સાથે સાથે આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી જેમાં‘યોગનો ઇતિહાસ અને લાભ’ વિષય પર ઓનલાઇન ધોરણ 7 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ‘ઇન્ટર હાઉસ હિન્દી અને અંગ્રેજી ભાષણ સ્પર્ધા’ યોજવામાં આવી હતી. અંગ્રેજી વિષયના શિક્ષિકા શ્રીમતી અંજુ યાદવના માર્ગદર્શન હેઠળ કેડેટ નીલ પટેલ અને કેડેટ અનુરાગ પાંડેએ આ સ્પર્ધાનું સંચાલન કર્યું હતું.

આ પણ વાંચો…બદલાતી સિઝનમાં રહે છે બીમાર થવાનો ભય, તો આ ચોમાસા(monsoon)માં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને સ્વસ્થ્ય રહો

આ ઉપરાંત અંગ્રેજી વિભાગના અધ્યક્ષ શ્રીમતી સુનિતા કડેમાનીના માર્ગદર્શન નીચે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આર્ટ વિભાગ દ્વારા ધોરણ-7ના વિદ્યાર્થીઓ માટે ‘પોસ્ટર મેકિંગ સ્પર્ધા’નું આયોજન આર્ટ માસ્ટર આર.એસ.મિશ્રાના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દરસિંઘે મનુષ્યના દૈનિક જીવનમાં યોગના (Yoga day)મહત્વ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે યોગ આપણને શીખવે છે કે આપણે કેવી રીતે પ્રકૃતિ,મન અને આત્મા સાથે જોડાઈ શકીએ છીએ.તેમજ તેમણે ભાગ લેનાર તમામને અભિનંદન આપ્યા હતા.અંતમાં યોગને દૈનિક જીવનમાં સમાવેશ કરવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.