yog corona ward

Yog exercise: અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓને શારિરીક કસરત કરાવાય છે

Yog exercise: ફિઝિયોથેરાપીની વિવિધ પ્રવૃતિ દ્વારા દર્દીની શારિરીક સ્થિતિ અને માનસિક સ્થિતિ મજબૂત બની રહી છે

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૩ એપ્રિલ
: Yog exercise: કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ દર્દી શારિરીક સ્થિતિની સાથે માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પર રહીને સારવાર મેળવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ સિવિલ મેડિસીટીની કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સારવારની સાથે-સાથે દર્દીઓની માનસિક સ્થિતિ પણ સારી રહે તેના પર ભાર મૂકવામાં આવે છે.

કોરોના વોર્ડમાં તબીબો અને અન્ય સ્ટાફ મિત્રો દ્વારા દર્દીઓને વિવિધ ફિઝીયોથેરાપીને (Yog exercise) લગતી કસરત કરાવવામાં આવે છે.
કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓના સંક્રમણ સ્તરને ધ્યાને રાખીને નિર્ધારીત માપદંડો પ્રમાણે સ્ટાફ દ્વારા કસરત કરાવવામાં આવે છે.
ઓક્સિજન સપોર્ટ સાથે સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને હળવી કસરત કરાવવામાં આવે છે.

આ પણ વાંચો…મોટા સમાચારઃ હવે ટ્રાફિકના દંડમાંથી મળશે રાહત, ટ્રાફિક(traffic rules) પોલીસ માત્ર માસ્કનો જ દંડ વસૂલશે…વાંચો આ બાબતે શું કહ્યું રાજ્યમંત્રીએ

Whatsapp Join Banner Guj