પશ્ચિમ રેલ્વે અને IRCTC ના સંયુક્ત મિશન ફુડ વિતરણમાં
છેલ્લા 43 દિવસમાં 5.14 લાખ ફૂડ પેકેટનું વિતરણ

img 20200511 wa00238173933498386787137

પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસીના સંયુક્ત સેવા અભિયાન “મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન” હેઠળ 5.14 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મિશનમાં આરપીએફ, વાણિજ્યિક વિભાગ અને જીઆરપીની સહાયથી ખોરાકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, લોકડાઉન સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને નિ: શુલ્ક ખોરાક પૂરો પાડવા પશ્ચિમ રેલ્વેની અને બીજી સંસ્થાઓના કર્મચારીઓ 29 માર્ચ, 2020 થી સતત મહેનત કરી રહ્યા છે. . આ ચાલુ રાખવા માટે, પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા તેના બેસ કિચન માં અને અન્ય સ્રોતો દ્વારા રાંધેલા ખોરાક પૂરા પાડવામાં આવે છે. પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસીનું સંયુક્ત મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન એ 10 મે 2020 ના રોજ 43 માં દિવસે પ્રવેશ કર્યો. આ આ અભિયાન 29 માર્ચ, 2020 ના રોજ શરૂ કરાયુ હતું.
પશ્ચિમ રેલ્વેના 6 વિભાગમાં કુલ 5.14 લાખ ફૂડ પેકેટ વિવિધ જરૂરીયાતમંદો અને લાચાર લોકોને વિતરણ કરવામાં આવ્યા છે. આમાંથી, 2.56 લાખ ફૂડ પેકેટોનો મોટો ભાગ આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોન દ્વારા તેના મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદમાં આવેલા બેસ કિચન માંથી ઉપલબ્ધ કરાયો છે. આ મિશનને ચાલુ રાખવા માટે, 10 મે, 2020 ના રોજ, પશ્ચિમ રેલ્વેના છ મંડળો માં કુલ 7600 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યા હતા. આઈઆરસીટીસીના ભોજન ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ ડિવીઝનના કમર્શિયલ સ્ટાફ દ્વારા મુંબઇ ડિવિઝનના વિવિધ સ્થળોએ વિવિધ એનજીઓ દ્વારા 1275 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અમદાવાદ ડિવિઝનમાં આઈઆરસીટીસી ઉપરાંત 3325 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા ડિવિઝન દ્વારા વડોદરા શહેરમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 1500 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. પશ્ચિમ રેલ્વેના સ્થાનિક સ્ટાફ અને

એનજીઓ દ્વારા આદ્રી રોડ અને ભાવનગર સ્ટેશનો પર 150 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. સાઈ સેવા ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટના સહયોગથી જામનગર, સુરેન્દ્ર નગર, વાંકાનેર અને હાપા ખાતે રાજકોટ મંડળ દ્વારા 85 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. રાજકોટના ફૂલછાબ ન્યૂઝ પેપરના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રાજકોટ રેલ્વે સ્ટેશન પર 28 કૂલીઓ ને રેશન કીટનું વિતરણ કરાયું હતું. રતલામ વિભાગના વિવિધ સ્ટેશનો પર 215 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાપીના જૈન સંઘ દ્વારા વાપી સ્ટેશન પર હાઉસકીપિંગ સ્ટાફ, પાર્સલ લોડરો અને અન્ય કર્મચારીઓને 50 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. જૈન સોશ્યલ ગ્રુપ, મુંબઇ દ્વારા આઈઓડબ્લ્યુ સ્ટાફ, કાર શેડ સ્ટાફ વગેરે ઉપરાંત મુંબઈ સેન્ટ્રલના પરિચર સદન માં 100 ફૂડ પેકેટનું વિતરણ કરાયું. પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક કર્મચારીઓએ ચર્ની રોડ અને માટુંગા રોડ સ્ટેશન પાસે વિવિધ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. વલસાડના સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને 850 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.