nurse day

World Nurses Day: નિવૃત્ત થયેલો નર્સિંગ સ્ટાફ ફરીવાર દર્દીઓની સેવા અર્થે ફરજ પર હાજર થયો

World Nurses Day: વિદુલાબહેન પટેલ, ભારતીબહેન મહેતા અને અંજનાબહેન ક્રિશ્ચિયને દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થઈ ઉદાહરણ પુરુ પાડ્યું

  • સિવિલની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૧૫૭૪ નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત છે
  • કોરોનાકાળ માં ૪૦૩ નર્સિંગ સ્ટાફ સંક્રમિત થયા બાદ પુન:ફરજ પર હાજર થઈ સેવાયજ્ઞમાં જોડાયા

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૧૨ મે:
World Nurses Day: સમગ્ર વિશ્વમાં ૧૨મી મે ના દિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.કોવીડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર રહ્યા. જીવની પરવા કર્યા વિના દર્દીનારાયણને બચાવવા માટે અવિતર સંઘર્ષ કરતા રહ્યાં. રાજ્ય, દેશ અને દુનિયાના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ ઘાતક વાયરસથી માનવજાતને બચાવવા માટે મથતા રહ્યા છે. કેટલોક સ્ટાફ તબીબી સેવામાંથી નિવૃત્ત થઈ ગયો હતો પણ ફરજના સાદે તેમને પરત હોસ્પિટલમાં આણ્યા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ (World Nurses Day) ફરજ બજાવતા વિદુલાબહેન પટેલ, ભારતીબહેન મહેતા અને અંજનાબહેન ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરી વાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા છે. તેઓ દ્રઢપણે માને છે કે,માનવસેવા માટેનો આ ઉત્તમ અવસર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિદુલાબહેન પટેલે ૩૪ વર્ષની સેવા બાદ ૩૦ એપ્રિલ, ૨૦૨૧એ નિવૃત્ત થયા હતા, પણ ખરાબ પરિસ્થિતિને પિછાણીને તે સ્વૈચ્છીક રીતે સેવામાં જોડાયા છે. વિદુલાબહેને ૧૯૮૬માં સિવિલમાં ફરજ પર જોડાયા હતા, તે ત્રણ દાયકાની કામગીરી બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં નવી ઈનિંગની શરુઆત કરી.

Whatsapp Join Banner Guj

વિદુલાબહેન કહે છે : (World Nurses Day) ”આ કપરા સમયમાં ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું.“ વિદુલાબહેનની મુખ્યત્વે કામગીરી સ્ટાફ મેનેજમેન્ટની છે. વિદુલાબહેનની જેમ જ ભારતીબહેન મહેતા પણ નિવૃત્તિ બાદ ફરી સિવિલ મેડિસીટીમાં સ્થિત ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એ- ૪ વોર્ડમાં ફરજ બજાવે છે. ભારતીબહેન કહે છે : “ હું અહીં કોવીડના દર્દીઓની સેવાનો મોકો મળ્યો તેની ખુશી છે.”
સિવિલ હોસ્પિટલમાં ૨૫ વર્ષ સેવા બાદ નિવૃત્ત થયેલા અંજનાબહેન ક્રિશ્ચિયને ફરી સેવારત થયા છે. હાલ તેઓ ઈ.એન.ટી વિભાગમાં કામ કરે છે. જેમાં મોટાભાગે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવારનું કામ હોય છે. અંજનાબહેન કહે છે : આ પરિસ્થિતિમાં દર્દીઓને મદદરુપ થવાનો આનંદ અનેરો હોય છે.”

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે ‘કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તબીબોની લગોલગ નર્સિંગ સ્ટાફની ભૂમિકા પણ ચાવીરૂપ રહી છે. સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ૧૫૭૪ જેટલો નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહે છે. અત્યાર સુધીમાં ૪૦૩ જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના થી સંક્રમિત થયા બાદ પણ એ જ ઉત્સાહ સાથે પુનઃ ફરજ પર હાજર થયા છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સમગ્ર દેશમાં કોરોનામુક્ત થવામાં અગ્રેસર રાજ્ય હશે. કદાચ, આવી પરિચારિકા બહેનો જેવી ઉત્તમ ભાવનાના પગલે જ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રીના આ સપનાને ઝડપથી સાકાર કરશે.

આ પણ વાંચો…અરવલ્લી જિલ્લામાં વધતા કોરોના સંક્ર્મણ ને કારણે હવે આ તાલુકાના ગામડાના લોકો જાગૃત થયાં..!

ADVT Dental Titanium