Manish

ગુજરાતમાં કોના આશીર્વાદથી કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે? : ડૉ. મનિષ દોશી

Manish

અમદાવાદ, ૨૨ ઓક્ટોબર: ભાજપાના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી જઈને ગુજરાતની જનતાએ ૨૦૧૭ વિધાનસભામાં “નવર્સનાઈન્ટી” માં આઉટ કરી ત્યારે, સીધી રીતે સફળ ન થનાર ભાજપાએ લોભ લાલચ, ધાકધમકી, ડર-ભય અને ભ્રષ્ટાચારથી ધારાસભ્યોને પ્રજાદ્રોહ, પક્ષદ્રોહ કરાવીને લોકતંત્રની હત્યા કરી. બીજીબાજુ પેટાચૂંટણીમાં મુખ્યમંત્રીશ્રી સિધ્ધાંતની સૂફીયાણી વાતો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોના આશીર્વાદ કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે…!

સત્તાવાર માહિતી સાથે ભાજપના શાસનમાં કાગળ પરની દારૂબંધી અને હપ્તારાજ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૧૮,૫૮,૨૧૭.૫૦ લીટર દેશી દારૂ, ૧૭,૦૧,૦૩૮ બોટલ બિયરનો જથ્થો, ૧,૩૮,૦૧૫૫૮ વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂા. ૨૫૨,૩૨,૫૨,૭૧૪ ની રકમનો પકડાયો! પકડાયેલ દારૂનો માત્ર એક ટકાથી પણ ઓછો છે. તે સમગ્ર ગુજરાત જાણે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૧૮૩૧ કિ.ગ્રા. ગાંજો, ૩૨૩૬.૫૦ કિ.ગ્રા ચરસ, અને ૧૮૦૮ કિ.ગ્રા. જેની કિંમત ૧૬,૨૪,૮૮,૭૩૦ રૂપિયાની થાય છે. બેરોકટોક દારૂ, નશાના પદાર્થથી ગુજરાતની યુવા પેઢી નશાની ખાઈમાં ધકેલાઈ રહી છે. તે અંગે ભાજપ સરકાર કેમ મૌન છે?

રાજ્યના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ ભાજપ શાસકોના આશીર્વાદથી અસામાજિક તત્વો, દારૂના ખેપિયા બેફામ બન્યા છે. જેનો ભોગ પોલીસ કર્મચારી પણ બની રહ્યાં છે. મુખ્યમંત્રીશ્રી તેમના હસ્તકના ગૃહ વિભાગ દ્વારા નશાબંધીનો કડક અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી તેમની જવાબદારી સમજીને નશામુક્ત ગુજરાત માટે કામગીરી કરે. દારૂની હેરાફેરી અને દારૂ અંગેના ૧૧૦૫ આરોપીઓ ૬ મહિનાથી અને ૭૫૨ આરોપીઓ એક વર્ષ કરતા વધુ સમયથી પોલીસતંત્ર પકડી શકી નથી. આ છે ગૃહ વિભાગનું પોલખોલતું ચિત્ર અને કાગળ પરની દારૂબંધી… !

WhatsApp Image 2020 10 22 at 7.33.24 PM
loading…