WhatsApp Image 2020 08 05 at 12.56.46 PM

જાણો… જામનગરના મેયર શા માટે ઝૂમી ઉઠ્યા…ઉત્સાહમાં ફરી ફેરફુદરડી…!!!

WhatsApp Image 2020 08 05 at 12.55.05 PM 1

જામનગરના વિવિધ રામમંદિરમાં ઉત્સાહનો માહોલ, દિવાળીની જેમ કરાઈ ભૂમિપૂજન ની ઉજવણી..

રિપોર્ટ: જગત રાવલ
જામનગર૦૫ ઓગસ્ટ:કરોડો હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મ સ્થાન પર આજે ભવ્ય રામમંદિર નું નિર્માણ થવા જઇ રહ્યું છે, અને સમગ્ર દેશભરમાં રામ જન્મ ભૂમિ પૂજન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, તેના ભાગરૂપે છોટીકાશી જામનગર શહેરમાં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિરમાં પણ વિશેષ આરતી કરવામાં આવી હતી.

WhatsApp Image 2020 08 05 at 12.55.05 PM

પંચેશ્વર ટાવર પાસે આવેલી લોહાણા મહાજન જ્ઞાતિ સંસ્થા ની વાડી માં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિરમાં લોહાણા મહાજન સંસ્થા દ્વારા સાર્વજનિક મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ મહા મંત્રી રમેશ ભાઈ દતાણી તેમજ અન્ય જ્ઞાતિજનોની ઉપસ્થિતિ મા મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

WhatsApp Image 2020 08 05 at 12.56.46 PM 1

જેમાં જામનગર શહેરના પ્રથમ નાગરિક મેયર હસમુખભાઈ જેઠવા, ઉપરાંત શહેર ભાજપ ના અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, કોર્પોરેટરો શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ ભાઈ બારડ, શહેર ભાજપના મહામંત્રી ડો. વિમલભાઈ કગથરા, હિંદુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, વિશ્વ હિન્દુ પરિષદના શહેર અધ્યક્ષ ભરતભાઈ ફલીયા સહિતના અગ્રણીઓ ઉપરાંત અનેક રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા, અને રામલ્લા ની આરતી અને દર્શન કર્યા હતા અને મહા પ્રસાદનો લાભ લીધો હતો.

WhatsApp Image 2020 08 05 at 12.56.46 PM

જામનગર થી કારસેવા માં સામેલ કારસેવકો દ્વારા રામ જન્મભૂમિ ભૂમિ પૂજન અવસરે જામનગરના વિશ્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર પર વિશેષ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર હસમુખભાઈ જેઠવા બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના ઝૂમી ઉઠ્યા હતા આ તકે હિતેનભાઈ ભટ્ટ, હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસણી, મનીષ કનખરા,કિશોરભાઈ દવે વિગેરે હાજર રહ્યા હતા

WhatsApp Image 2020 08 05 at 12.55.06 PM 1