Voting

મતદાન (Voting) કરો અને એક નાગરિક તરીકેની ફરજ નિભાવો:અંકિતા ગાંધી

voting

પાદરાની યુવતીએ પીઠી ચોળવાની વિધિ પહેલાં મતદાન (Voting) કરીને આપ્યો સંદેશ

વડોદરા, ૨૮ ફેબ્રુઆરી: Voting: લગ્ન એ જીવનના સોળ સંસ્કાર પૈકીનો અનોખો અને જીવન બદલનારો સંસ્કાર ગણાય છે.પાદરાની અંકિતા ગાંધીના આજે લગ્ન યોજાયાં હતા.તેના ભાગરૂપે પીઠી ચોળવા ની વિધિ રાખવામાં આવી હતી.ઘર આંગણે મંગળ ગાન શરૂ થઈ ગયું હતું. તેની સાથે આજે પાદરા નગર પાલિકા માટે મતદાન હતું અને અંકિતા એક મતદાર હતી.

Whatsapp Join Banner Guj

તેણે પ્રભુતામાં પગલાં પાડતા પહેલાં લોકશાહીની પ્રભુતાને સાચવવાનો સંકલ્પ કર્યો. લગ્ન વિધિ પહેલા લોકશાહીના પાયાના સંસ્કાર સમાન મતદાન કરવાનો નિર્ણય લીધો. એના વડીલોએ પણ તેના આ નિર્ણયને અનુમોદન આપ્યું હતું.તેઓ પણ તેની સાથે જોડાયા અને મતદાન (Voting) મથકે આવ્યા.લગ્નની તામઝામમાં મતદાન ભૂલાય નહિ એની કાળજી લીધી.અંકિતા અને વડીલોએ સાથે મતદાન કર્યું.

અંકિતાએ જણાવ્યું કે મતદાન (Voting) ખૂબ અગત્યનો અધિકાર છે.એટલે પીઠી પહેલાં મતદાન કરવાની ફરજ પૂરી કરી છે.મતદાન એ દરેક નાગરિકની ફરજ છે જે કોઈએ ચૂકવી ના જોઈએ.

આ પણ વાંચો…ફોર વ્હીલર્સ માલિકો હાઇવે પર જાય કે ન જાય ફાસ્ટેગ (Fastag) નહીં હોય તો દંડને પાત્ર બનશે