Pravin Ram

બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન :પ્રવિણ રામ

  •   બેરોજગાર યુવાનો માટે સાચી વાત રાખતા પ્રવિણ રામને મિટિંગમાંથી પડતા મુકાયા     
  • સરકાર સાથેની બેઠક બેરોજગાર આંદોલનને દબાવી દેવાનું કાવતરું:પ્રવિણ રામ
  • નિમણુક આપતા પહેલા ઠરાવનું નિરાકરણ કરવું જરૂરી: પ્રવિણ રામ   
  • ખાલી ચર્ચાઓ નહી પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય પર નહી આવે તો બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન :પ્રવિણ રામ           
Pravin Ram

૧૧ જુલાઈ ૨૦૨૦ તાજેતરમાં બેરોજગારીના મુદ્દાને લઈને ગુજરાતમાં ગરમાવો છે, ત્યારે સરકાર દ્વારા બેરોજગાર સમિતિને મંત્રણા માટે બોલાવવામાં આવી હતી અને આ બેરોજગાર સમિતિમાં આંદોલનકારી પ્રવિણ રામ પણ સરકાર સાથે મંત્રણા કરવા જવાના હતા પરંતુ અંતિમ સમયમાં પ્રવિણ રામે સરકાર સાથે મંત્રણા કરવાનું ટાળ્યું ત્યારે વિવાદ વધુ વધારે વકર્યો હતો અને આ બાબતે સફળ આંદોલનકારી પ્રવિણ રામ સાથે વાત કરતા એમણે જણાવ્યું કે બેરોજગાર યુવાનોને ન્યાય મળે અને કોઈ પણ વર્ગને નુકશાન ના થાય એ માટે હું સમિતિ સાથે હતો પરંતુ સરકાર સમક્ષ ની સમિતિની અમુક માંગણી સાથે હું સહમત નહોતો કારણકે એ માંગણીઓ ફરીથી ગુજરાતમાં વિવાદ ઉભો કરે એવી શક્યતાઓ હતી અને ગુજરાતમાં ફરીથી વિવાદ ઊભો થાય તો તમામ ભરતીઓ ફરીથી અટકી પડે અને ભરતીઓ અટકી પડે તો ગુજરાતના યુવાનોને મોટાપાયે નુકશાન થાય.        

સમિતિ તરફથી પહેલી મુખ્ય માંગણી એવી હતી કે જેમની પરીક્ષાઓ લેવાય ગઈ છે એ તમામની નિમણૂકો આપી દેવામાં આવે ત્યારે આ માંગણીને ધ્યાનમાં લઈ જે ભરતીમાં 2018 નો ઠરાવ લાગુ પડતો હોય એમાં નિમણૂકો ચાલુ કરવામાં આવે તો એલઆરડી માં જેમ વિવાદ થયો એમ ફરીથી ગુજરાતમાં ઓબીસી,એસસી,એસટી અને ઓપન નો વિવાદ ઊભો થાય અને ફરીથી ભરતીઓ અટકી જાય તો આમનો ભોગ ગુજરાતના યુવાનોએ બનવો પડે આ બાબત દરેક વ્યક્તિ સમજી શકે આમ છતાં જાણી જોઈને આ માંગ રખાતા પ્રવિણ રામે સરકાર સાથેની આ બેઠકમાં જ જવાનું ટાળ્યું હતું         

Pravinram press

તેમજ આજની બેઠકમાં કોઈ નિર્ણય ના આવતા તેમજ જાણી જોઈને આવી માંગણી રખાતા કે જે માંગણી વિવાદ ઊભો કરે એ વાતને ધ્યાનમાં લઈને અનેક બેરોજગાર યુવાનોને પૂછતા જણાવ્યું હતું કે આ બરોજગારીના આંદોલનને તોડવાનો કારશો ગોઠવાય રહ્યો હોઇ એવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે આંદોલનકારી પ્રવિણ રામને પૂછતા એમણે જણાવ્યું કે બેરોજગાર યુવાનોને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, ટૂંક સમયમાં ખાલી ચર્ચા નહીં પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નહી આવે તો આવનારા સમયમાં બેરોજગાર યુવાનોના હિત માટે હું પોતે રસ્તાઓ ઉપર ઊતરીશ અને કોઈને પણ અન્યાય ના થાય એ રીતે બેરોજગાર યુવાનો માટે ઉગ્ર આંદોલન કરીશ
જન અધિકાર મંચ 

*************