Vaccine stor VDR

વડોદરાનો પ્રાદેશિક રસી ભંડાર(Vaccine store) ગુજરાતના સાત જિલ્લાઓને પૂરી પાડે છે કોરોના સામે સલામતી આપતી રસી

વડોદરાનો પ્રાદેશિક રસી ભંડાર (Vaccine store) વડોદરા મહા નગરપાલિકા અને મધ્ય દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓને પૂરી પાડે છે કોરોના સામે સલામતી આપતી રસી

વડોદરા, ૨૭ માર્ચ: Vaccine store: કોવિશિલ્ડ અને કોવેકસિન બે પ્રકારની રસીઓ ભારત સરકાર મોકલે છે: અત્યાર સુધીમાં રસીઓના ૧૨.૨૬ લાખથી વધુ ડોઝ મળ્યા છે અને ૧૦.૮૩ લાખ થી વધુ ડોઝનું શહેર અને જિલ્લાઓને વિતરણ કરવામાં આવ્યું છે કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા હાલમાં દેશ સહિત આખા રાજ્યમાં રસી મૂકવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને ભારતમાં બનેલી સ્વદેશી રસી નક્કી કરેલા અગ્રતા જૂથો પછી વય જૂથના લોકોને આપવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય અગત્યના આ આરોગ્ય અભિયાનમાં વડોદરાની એક સંસ્થા વડોદરા મહાનગર પાલિકા અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના લોકોનું રસીકરણ સરળ (Vaccine store) બનાવવા મધર સોર્સ એટલે કે માતૃ સ્ત્રોતની ભૂમિકા નિભાવી રહી છે. આ સંસ્થા છે અગાઉ જેની વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખ હતી તેવી અને હવે વિભાગીય નાયબ આરોગ્ય નિયામકની કચેરી સાથે સંલગ્ન રીજનલ વેક્સિન સ્ટોર એટલે કે પ્રાદેશિક રસી સંગ્રહ કેન્દ્ર અથવા ભંડાર.

Whatsapp Join Banner Guj

રાજ્ય સરકારના માધ્યમથી ભારત સરકાર આ ભંડાર (Vaccine store)ને બે પ્રકારની,એક કોવિશીલ્ડ અને બે કોવેકસિન રસીનો જથ્થો પૂરો પાડે છે જે રસીકરણને સમય પત્રક પ્રમાણે આગળ ધપાવવા ઉપર જણાવેલા જિલ્લાઓને મોકલવામાં આવે છે.મહાનગર પાલિકા અને ઉપરોક્ત તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના રસીઓ સાચવવાના શીત સંગ્રહો કે કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓ છે. કારણ કે રસીઓની અસરકારકતા જાળવવા માટે નિર્ધારિત ઠંડા તાપમાને તેનો સંગ્રહ અનિવાર્ય છે.

આ સ્ટોર ખાતે વડોદરા મહા નગરપાલિકા અને વડોદરા જિલ્લા ઉપરાંત ભરૂચ,નર્મદા, છોટાઉદેપૂર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ માટે ફક્ત કોવીડની નહિ પણ સરકારના રસીકરણ કાર્યક્રમ હેઠળ આવતી વિવિધ રસીઓનો જથ્થો મળે છે. વડોદરાને ઉપરોક્ત સમગ્ર ક્ષેત્ર માટે રસીઓનો જથ્થો મળવાની તા.૧૩ મી જાન્યુઆરીથી શરૂઆત થઈ એવી જાણકારી આપતાં વિભાગીય નાયબ આરોગ્ય નિયામક ડો.રાજેન્દ્ર પાઠકજીએ જણાવ્યું કે એ દિવસે કોલ્ડ ચેઈન વાન – શીત શ્રૃંખલા વાહનમાં કોવિશિલ્ડ રસીના ૯૪,૭૦૦ ડોઝનો પ્રથમ જથ્થો પુણેથી જમીન માર્ગે મળ્યો હતો.

તે પછી અત્યાર સુધીમાં આ રસીના કુલ ૧૦,૬૮,૧૫૦ ડોઝ મળ્યા છે અને તે પૈકી ૯,૪૭,૬૫૦ ડોઝનું વડોદરા મહા નગરપાલિકા અને વડોદરા સહિત સાત જિલ્લાઓને ઉપરના સ્તરે થી નિર્ધારિત કરવામાં આવેલા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું છે.આ લગભગ સતત ચાલતી પ્રક્રિયા છે.કોવેકસિન રસીનો જથ્થો બે ફેરાઓમાં હવાઈ માર્ગે મળ્યો એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે આ રસીના કુલ ૧,૫૮,૪૮૦ ડોઝ મળ્યા જે પૈકી ૧,૩૬,૨૮૦ ડોઝ નું વિતરણ કરવામાં આવ્યું છે.

ADVT Dental Titanium

આમ, વિભાગના જિલ્લાઓને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના ૯,૪૭,૬૫૦અને કોવેક્સિનના ૧,૩૬,૨૮૦ મળીને કુલ ૧૦૮૩૯૩૦ ડોઝ પૂરા પાડવામાં આવ્યાં છે. અત્રે મોકલવામાં આવતા અને વિતરિત કરાતા રસીના સમગ્ર જથ્થાનું મેનેજમેન્ટ ખૂબ જ પારદર્શક એવિન સોફ્ટવેર – ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે.આ સોફ્ટવેરને તમામ જિલ્લાઓ રોજે રોજ અપડેટ કરે છે.તેના આધારે જ રાજ્યસ્તરેથી નવો જથ્થો મોકલવા સહિતના નિર્ણયો લેવાય છે.

રસી લેવી સરળ છે પણ લોકો સુધી રસી પહોંચાડવા અને તેની સુરક્ષિત સાચવણી કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે.તંત્ર પરસેવો પાડીને ખૂબ કાળજીપૂર્વક તે કરી રહી છે.ત્યારે આ સલામત રસીકરણનો લોકો જ્યારે વારો આવે ત્યારે અચૂક લાભ લે તે અનિવાર્ય છે.

આ પણ વાંચો…આ રાશિના જાતકો જે કાર્યને લઇને મુંઝવણ અનુભવે છે કે તે થશે કે નહીં? તો કાર્ય કરો સફળતા જરુર મળશે- આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય