Covid hospital vdr

Covid hospital: આજવા અને વરણામા તરફ 500/ 500 પથારીઓની બે કોવીડ સારવાર સુવિધાઓ વિકસાવવા ના ચક્રો ગતિમાન

covid hospital

Covid hospital: આજવા અને વરણામા તરફ 500/ 500 પથારીઓની બે કોવીડ સારવાર સુવિધાઓ વિકસાવવા ના ચક્રો ગતિમાન

વડોદરા, ૨૭ માર્ચ: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોવીડ સારવાર(Covid hospital) ની સુવિધા જરૂરિયાતવાળા સહુને સરળતાથી મળી રહે એવા ઉમદા હેતુસર વડોદરાની સમીપે આજવા તરફ અને દક્ષીણે વરણામા નજીક, 500/ 500 બેડ ની બે કોવીડ સારવાર સુવિધાઓ વિકસાવવાના ચક્રો ગતિમાન કર્યાં છે. જેના ભાગરૂપે તેમણે શહેરની પૂર્વ તરફ આવેલા પાયોનિયર કેમ્પસની મુલાકાત લઈને તબીબો અને અન્ય સત્તાધિકારીઓ સાથે,અહી વેન્ટિલેટર,તજજ્ઞ તબીબો અને શ્રેષ્ઠ સારવાર સુવિધાઓથી સજ્જ 500 બેડની હોસ્પિટલ વિકસાવવાનો પરામર્શ કર્યો હતો.

ADVT Dental Titanium

આ સંસ્થાને કોવીડ સારવાર માટે અધિસુચિત કરીને કોરોનાની સારવાર (Covid hospital) આપતાં 15 થી 20 ખાનગી દવાખાનાઓ ના ક્લસ્ટર માટે એક્સ્ટેન્શન ફેસિલિટી જાહેર કરવાનો એમણે સંકેત આપ્યો હતો.અહી આજથી કોવીડ દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

તે જ રીતે,શહેરની દક્ષીણે વરણામા નજીક બાબરીયા કેમ્પસ પાસે આવેલી દવલબા હોસ્પિટલ (Covid hospital) ખાતે વધુ એક 500 બેડની કોવીડ સારવાર સુવિધા વિકસાવવાનો તેમણે સંબંધિતો સાથે પરામર્શ કર્યો હતો.અહી વડોદરા અને ભરૂચના તજજ્ઞ તબીબોની સેવાઓ લેવાનું વિચાર્યું છે અને 15 થી 20 ખાનગી હોસ્પિટલોના ક્લસ્ટર માટે આ સુવિધા એક્સ્ટેન્શન ફેસિલીટી બની રહેશે એવો તેમણે સંકેત આપ્યો હતો.

આ પણ વાંચો…આ રાશિના જાતકો જે કાર્યને લઇને મુંઝવણ અનુભવે છે કે તે થશે કે નહીં? તો કાર્ય કરો સફળતા જરુર મળશે- આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય