IMG 20200513 WA0020

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી ના મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હેઠળ
છેલ્લા 45 દિવસમાં 5.27 લાખ જરૂરિયાતમંદોને લાભ મળ્યો

screenshot 20200513 161850 017866165616564815257

મુંબઈ, ૧૩ મે ૨૦૨૦

જીવલેણ કોરોનોવાયરસ રોગચાળાને લીધે દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં, નોંધપાત્ર કામગીરી કરવા માટે વાણિજય અને આરપીએફ કર્મચારીઓ સાથે વેસ્ટર્ન રેલ્વે અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) તેમની મર્યાદાથી પણ વધારે સેવા કાર્ય કરીને આગળ વધી રહ્યા છે. પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસીના સંયુક્ત સેવા અભિયાન “મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન” 12 મે, 2020 ના રોજ તેના 45 મા દિવસે પશ્ચિમ રેલ્વેના 6 મંડળો પર 5.27 લાખ ફૂડ પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યું. આરપીએફ અને વાણિજ્યિક વિભાગ ઉપરાંત જી.આર.પી., રાજ્ય સરકારો, જિલ્લા વહીવટ અને એન.જી.ઓ. ની સહાયથી ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બધા સંબંધિત લોકો દ્વારા સામાજિક અંતર અને સ્વચ્છતાના પાસા યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી ના સંયુક્ત મિશન 12 મે, 2020 ના રોજ 45 મા દિવસે પ્રવેશ્યું. નોંધનીય છે કે આ મિશનની શરૂઆત 29 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 45 દિવસમાં પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ જરૂરીયાતમંદો અને નિસહાય લોકોને કુલ 5.27 લાખ ફૂડ પેકેટ નુ તમામ છ મંડળ માં વિતરણ કરાયું હતું. તેમાંથી 2.55 લાખ ફૂડ પેકેટોનો મોટો ભાગ આઈઆરસીટીસીના

વેસ્ટ ઝોન દ્વારા મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ સ્થિત તેના બેઝ કિચન દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ મિશનને ચાલુ રાખવા માટે, 12 મે 2020 ના રોજ, પશ્ચિમ રેલ્વેના છ મંડળ માં કુલ 6930 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઈઆરસીટીસીના સામુદાયિક ભોજન ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ ડિવીઝનના વાણિજય કર્મચારીઓએ મુંબઈ વિભાગના વિવિધ સ્થળોએ બિન-સરકારી સંસ્થાઓ ના સહયોગ દ્વારા 1225 ભોજનના પેકેટનું વિતરણ કર્યું હતું, જ્યારે આઈઆરસીટીસી સિવાય અમદાવાદ મંડળે 2825 ભોજનના પેકેટ નું વિતરણ કર્યુ હતું. વડોદરા વિભાગ દ્વારા વડોદરા શહેરમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 1510 ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે. વરતેજ રેલ્વે સ્ટેશન પર પશ્ચિમ રેલ્વેના સ્થાનિક સ્ટાફ અને એનજીઓ દ્વારા 180 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. રાજકોટ ડિવિઝનના સુરેન્દ્ર નગર અને હાપામાં સાંઈ સેવા ટ્રસ્ટ અને હાલારામ સેવા ટ્રસ્ટના સહયોગથી 40 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, રતલામ મંડળના વિવિધ સ્ટેશનો પર 210 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાપીના જૈન સંઘ દ્વારા વાપી સ્ટેશન પર હાઉસકીપિંગ સ્ટાફ, પાર્સલ લોડરો અને અન્ય કર્મચારીઓને 50 પેકેટ ફૂડનું વિતરણ કરાયું હતું. જૈન સોશ્યલ ગ્રુપ, મુંબઇ દ્વારા મુંબઇ સેન્ટ્રલના પરિચર સદન, આઈઓડબ્લ્યુ સ્ટાફ, કાર શેડ સ્ટાફ વગેરેને 100 ફૂડ પેકેટનું વિતરણ કરાયું. પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક કર્મચારીઓએ ચર્ની રોડ અને માટુંગા રોડ સ્ટેશન નજીક વિવિધ ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું હતું.