Platform vendor

Unauthorized vendor: પશ્ચિમ રેલવે દ્વારા અનધિકૃત ફેરિયાઓ અને વિક્રેતાઓ પર કાર્યવાહી

Unauthorized vendor: વર્ષ 2020 અને 2021 માં 52 લાખ રૂપિયા નો દંડ વસૂલ કરવામાં આવ્યો

અમદાવાદ , ૨૮ એપ્રિલ: Unauthorized vendor: પશ્ચિમ રેલ્વે દ્વારા નિયમિત અને વિશેષરૂપે કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે પરિસરમાં અનધિકૃત ફેરિયાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં આરપીએફના વિભાગીય એકમ વિવિધ પગલાં દ્વારા અનધિકૃત ફેરિયાઓ વગેરે વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. આરપીએફ દ્વારા અનધિકૃત વિક્રેતાઓ, ગેરકાયદેસર ફેરિયાઓ, ભિક્ષુકો વગેરે વિરુદ્ધ વર્ષ 2020 માં નિયમિતપણે સઘન તપાસ કાર્યવાહી કરવામાં આવી, જેમાં અનધિકૃત ફેરિયાઓના 8654 કેસ મળી આવ્યા હતા. વર્ષ 2021 માં આ સઘન તપાસના પરિણામે 32,84,510 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj

(24 એપ્રિલ, 2021) સુધીમાં અનધિકૃત ફેરિયાઓ,(Unauthorized vendor) ભિક્ષુકો વિરુદ્ધ 7699 કેસ નોંધાયા હતા અને 7695 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો અને રેલવે પરિસર માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વર્ષ 2021 માં આ કેસમાંથી 19,70,045 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલ એક પ્રેસ રિલીઝ મુજબ વર્ષ 2020 માં પશ્ચિમ રેલ્વેના મુંબઇ સેન્ટ્રલ ડિવિઝન પર અનધિકૃત વિક્રેતાઓ / ભિક્ષુકો સામે 4438 કેસ નોંધવામાં આવ્યા હતા અને 21,97,600 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021 માં (24 એપ્રિલ, 2021 સુધી) મંડળ પર અનધિકૃત વિક્રેતાઓ અને ગેરકાયદેસર ફેરિયાઓ વિરુદ્ધ 3,698 કેસ નોંધાયા હતા અને તેમાંથી રેલવે એક્ટ 144 એ હેઠળ દંડ રૂપે રૂ. 15,50,195 વસૂલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ટ્રેન નંબર 09045 માં અનધિકૃત ફેરી ના બે કેસ મળી આવ્યા હતા.

રેલવે એક્ટ ની કલમ 144 હેઠળ અનધિકૃત વેચાણ અને ભીખ માંગવા બદલ 2000 રૂપિયા સુધીનો દંડ તથા એક વર્ષ સુધીની સજા અથવા બંને નું પ્રાવધાન છે. પોતાના વૈદ્ય અને માનનીય રેલ્વે વપરાશકારોને વધુ સારી સેવા આપવાના પ્રયાસ માં પશ્ચિમ રેલ્વે નિયમિતરૂપે જરૂરી પગલાં લઈ રહ્યું છે. મુસાફરો રેલ મદદ એપ અથવા હેલ્પલાઇન નંબર 139 પર ફરિયાદ નોંધાવી શકે છે.

આ પણ વાંચો…Cancer covid hospital: પરિવારીક વાતાવરણનો અનુભવ કરાવતી રાજકોટની કેન્સર કોવીડ હોસ્પિટલ

ADVT Dental Titanium