02

રાજય સરકારે શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી:મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળીયા

02

સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર

શિક્ષક દિન નિમિત્તે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત દયામયી હાઈસ્કુલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો હતો. 

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, રાજય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. આ સુવિધાઓ થકી રાજયના દરેક બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તે દિશામાં રાજય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે તેમજ રાજય સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે આ યોજનાઓના માધ્યમથી છેવાડાના બાળકો આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ મેળવી રહ્યા છે.

01 1

 મંત્રીશ્રીએ શિક્ષક તરીકેનો વ્યવસાય એ શ્રેષ્ઠ વ્યવસાય છે તેમ જણાવી આ વ્યવસાયને ખરા અર્થમા સાર્થક કરી શિક્ષણક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે કાર્યશીલ રહેવા ઉપસ્થિત શિક્ષકોને આહવાન કર્યુ  હતુ. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા શિક્ષકોને સન્માનિત કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ ઉજવણીને ચરિતાર્થ કરી સુરેન્દ્રનગર જિલ્લાના વધુ શિક્ષકો રાષ્ટ્રીય અને રાજય કક્ષાએ સન્માનિત થાય તેવી લાગણી મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી 

04 edited

 આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી શિક્ષણક્ષેત્રે ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યુ છે.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એમ.બારડે સ્વાગત પ્રવચન કર્યુ હતુ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિતાબેન ગઢવીએ આભારવિધી કરી હતી. આ તકે જિલ્લાકક્ષાના  ૩ અને તાલુકા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોને મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા જિલ્લા શિક્ષણ અને તાલીમભવનના પ્રાચાર્યશ્રી સી.ટી.ટુંડિયા સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.