Sachidanand

સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની ૧૨૦૦ કીટનું વિતરણ કરાયું

  • કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને ઉપકાર નહીં પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે:-કલેકટર આર.જી. ગોહિલ
  • કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવે તેનું અવશ્ય પાલન કરવું જોઈએ:સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ
Anaj vitaran 2

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દંતાલી ગામ અને આજુબાજુના ગામમાં
સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની ૧૨૦૦ કીટનું વિતરણ કરાયું

આણંદ,૨૦ જુલાઇ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દંતાલી ગામ ખાતેના સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ દંતાલી ગામ અને તેની આજુબાજુના ગામોની જરૂરિયાતમંદ લોકોમાં ૧૨૦૦ જેટલી અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ આણંદ જિલ્લાના કલેકટર શ્રી આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના હસ્તે કરવામાં આવ્યો હતો. કલેક્ટર શ્રી આર.જી. ગોહિલે જ્યારે જ્યારે પણ કોરોના જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સ્વામી સચિદાનંદજી મહારાજ દ્વારા સેવાકિય પ્રવૃત્તિઓ કરી જનસેવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે દુષ્કાળના સમયે પણ સેવાની પહેલ કરી રસોડા શરૂ કરીને લોકોને અન્ન પુરું પાડ્યું હતું એટલું નહીં પરંતુ પશુંઓ માટે પણ સેવા આપી હતી. તેમ કહ્યું હતું.

Anaj vitaran

શ્રી ગોહિલે હંમેશા સચિદાનંદજી મહારાજની ભાવના લોકોની પડખે ઉભા રહેવાની અને મદદ કરવાની જે ખેવના છે. તેમ જણાવી આપણને ક્યારેય કલ્પના પણ ન હતી કે આવો સમય પણ આવશે પરંતુ આપણે આવા કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને ઉપકાર નહીં
પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે. તેમ કહ્યુ હતું.

Anand anaj vitaran

કલેકટરશ્રીએ આણંદ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ અંકુશમાં છે પરંતુ જો આપણે તમામ નિયમોનું પાલન કરીશું તો જરૂરથી તેને અસરકારક બનાવી નિયંત્રણમાં રાખી શકાશે તેમ જણાવ્યું હતું. સ્વામી સચ્ચિદાનંદજી મહારાજશ્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, હાલમાં કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં અને ગુજરાતમાં ચાલી રહ્યો છે. આપણો દેશ તેની સામે લડી રહ્યો છે. ત્યારે પ્રત્યેક નાગરીકની પણ ફરજ બને છે કે કોરોનાને રોકવા માટે અને તેનાથી બચવા માટે આપણે સરકાર દ્વારા જે નિયમો બનાવ્યા છે તેનું આપણે પાલન કરવાનું છે.મહારાજશ્રીએ આપણે સૌએ બિનજરૂરી બહાર નિકવાનું ટાળવું જોઈએ અને જો બહાર નિકળવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવું જોઈએ અને સામાજિક અંતરનું પણ પાલન કરવાનું છે. સાથો સાથ પોતાના હાથને પણ સેનિટાઈઝ કરીશું તો આ રોગને જલ્દીથી નિવારી શકીશું તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે પેટલાદના પ્રાંત અધિકારી શ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ, મામલતદાર શ્રી મહેશ્વરી રાઠોડ,દંતાલી ગામના સરપંચ શ્રી જીતુભાઈ પટેલ, ડે. સરપંચ શ્રી વિપુલભાઈ પટેલ, તલાટી શ્રી રાજદિપસિંહ ગોહિલ, સ્વામી સચ્ચિદાનંદ આશ્રમના ટ્રસ્ટીશ્રીઓ, ગામના યુવા વ્યવસ્થાપકો અને પોલિસ કર્મીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:જિલ્‍લા માહિતી કચેરી, આણંદ

***********