સપ્ટેમ્બર માસમા જેઈઈ અને નીટની પરીક્ષા યોજવાના સુપ્રિમકોર્ટના આદેશ

કોરોનાની પરિસ્થિતિમા

  • લાખ્ખો વિદ્યાર્થીઓના હિતમાં સપ્ટેમ્બર માસમા જેઈઈ અને નીટની પરીક્ષા યોજવાના સુપ્રિમકોર્ટના આદેશને આવકારતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા
  • વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિવિધ વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરેલા રેકોર્ડિંગ શૈક્ષણિક કાર્યક્રમોનો youtube ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને મહત્તભ લાભ મળશે
Suprime court

ગાંધીનગર,૧૮ ઓગસ્ટ:કોરોના ની હાલની પરિસ્થિતિ છતાં પણ લાખો વિદ્યાર્થીઓના હિતમાં જેઇઇ અને નીટની પરીક્ષા આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાના નામ.સુપ્રીમ કોર્ટે કરેલા આદેશને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકાર્યો છે અને જણાવ્યું છે કે કોરોના ની હાલની પરિસ્થિતિ વચ્ચે જેઇઇ અને નીટના રાજ્યના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જળવાઈ રહે અને જ્યારે પણ પરીક્ષા યોજાય ત્યારે તેઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે કરેલી વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા રાજ્યના જેઈઈ અને નીટના પરીક્ષાર્થીઓને લાભદાયી નીવડશે.

હાલની કોવિંડ-૧૯ ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને જેઇઇના વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો શિક્ષણ વિભાગે તૈયાર કર્યા અને આ કાર્યક્રમોનું પ્રસારણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ ટ્યુબ ચેનલ પર પણ અપલોડ કર્યા હતા જેનો રાજયના વિદ્યાર્થીઓએ મહત્તભ લાભ પણ લીધો છે આ કાર્યક્રમો જેઈઈ અને નીટના ઉપરાંત ગુજસેટ ના પરીક્ષાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ શિક્ષણ મંત્રી શ્રી એ ઉમેર્યુ છે.

હવે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે પણ જેઈઈ અને નીટ પરીક્ષાઓ આગામી સપ્ટેમ્બરમાં લેવા માટેનો સ્પષ્ટ આદેશ કર્યો છે ત્યારે રાજ્યમાં પણ જેઇઇ અને નીટ ની પરીક્ષાઓ લેવાશે ત્યારે આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી ઓને શિક્ષણ વિભાગે તેમની શૈક્ષણિક પ્રક્રિયા જળવાઈ રહે અને આ બંને પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર પાડી શકે તે હેતુથી કરેલું આયોજન ખૂબ જ ઉપયોગી સાબીત થશે તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

રિપોર્ટ:દિલીપ ગજજર