Vadodara cpllector 2

વડોદરા જિલ્લા કલેકટરશ્રી દ્વારા પુરવઠા વિતરણમાં ગેરરીતિ આચરનારા સામે સખ્ત કાર્યવાહી

Vadodara cpllector 2 edited

સોખડા -1અને વાસણા-કોતરીયાના વાજબી ભાવની દુકાનોના દુકાનદારોનો પરવાનો કાયમી રીતે રદ કરાયો

પરવાનો રદ કરવા ઉપરાંત કાર્ડ ધારકોને ઓછા આપેલા અનાજના જથ્થાની કિંમત પેટે એક દુકાનદારને રૂ.83108 નો અને બીજાને રૂ.100135 નો દંડ ફટકારવામાં આવ્યો

વડોદરા, ૦૯ સપ્ટેમ્બર:કોરોનાવાયરસ સંદર્ભના લોકડાઉન સમયગાળા દરમિયાન સરકારશ્રી તરફથી જરૂરિયાતમંદ .એ અનાજ માલી રહે તે માટે NFSA રેશનકાર્ડ ધારકો સાથે એપીએલ1 રેશનકાર્ડ ધારકો માટે પણ અનાજનો જથ્થો આપવામાં આવેલ હતો અને તે સમયગાળા દરમિયાન કેટલાક દુકાનદારો ગેરરીતિ કરતા હોવાની ફરિયાદો મળતી હતી. આ સંદર્ભે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવા લે પણ તકેદારી રાખવા સૂચન કર્યું હતું .આ સંદર્ભે મહેસુલ, અને પુરવઠાની ટીમોએ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરેલ હતી, તથા પોલીસ ટીમે પણ સતત તકેદારી રાખેલ હતી. આ કામગીરીના ભાગરૂપે વડોદરા એલ.સી.બી પોલીસ દ્વારા સોખડા થી મંજુસર જતા રસ્તા ઉપર ઘઉં નો શંકાસ્પદ જથ્થા ભરેલી ગાડી પકડતા તે જથ્થો બાબતે મામલતદાર વડોદરા ગ્રામ્ય મારફતે તપાસ કરાવતા સદર જથ્થો સરકારી વ્યાજબી ભાવ ની દુકાનનો હોવાનું તથા સોખડા ગામે આવેલ સોખડા-૧ દુકાન સંચાલક રૂપેશભાઈ વસાવા તથા વાસણા-કોતરીયા road સોખડા ના સંચાલક ભાઈલાલભાઈ મકવાણા ની દુકાનો હોવાનું લાગતા જે તે સમયે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલ હતી અને મામલતદાર શ્રી દ્વારા તપાસ કરવામાં આવી હતી.

સદર તપાસણી માં આ જથ્થો તેઓ બંને ની દુકાનો નો સંયુક્ત હોવા બાબતે મામલતદાર શ્રી રિપોર્ટ આપ્યો હતો. તથા સોખડા 1 ના દુકાનદાર રૂપેશભાઈ વસાવા પોતાની નિર્ધારિત જગ્યા ના બદલે વાસણા-કોતરીયા રોડ પર આવેલી ભાઈલાલભાઈ મકવાણા ની દુકાને વિતરણ કરતા હોવાનું મામલતદાર શ્રી એ જણાવ્યું હતું . તે સમય ના મામલતદારના રિપોર્ટના આધારે જિલ્લા પુરવઠા અધિકારી એ તાત્કાલિક અસરથી બંને દુકાનદારોના દુકાનોના પરવાના ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અન્ય દુકાનદાર ને ચાર્જ સોંપી રેશનકાર્ડ ધારકોને વિતરણ ચાલુ કરાવેલ હતું. તે સમયે બંને માથી કોઈ દુકાનદારો એ રેકર્ડ રજુ કરેલ ના હોઈ, તેઓ રેકર્ડ નિભાવતા નથી એવું મામલતદાર ને ધ્યાને આવેલ હતું. ત્યારબાદ મામલતદાર વડોદરા ગ્રામ્ય મારફતે બંને દુકાન ના રેશનકાર્ડના ક્રોસ વેરિફિકેશન કરવાની જિલ્લા કક્ષાએ થી સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને મામલતદાર વડોદરા ગ્રામ્યના ઓ એ તપાસ કરાવી સોખડા 1 દુકાનના 486 અને વાસણા કોતરિયા રોડ દુકાનના 456 રેશનકાર્ડ ધારકોના રૂબરૂ જવાબ લઇ રિપોર્ટ કરેલ કે સોખડા 1 ના દુકાનદારે અને વાસણા કોતરિયાના દુકાનદારોએ રેશનકાર્ડધારકો ને જથ્થો ઓછો આપેલ છે.

કાયદાની જોગવાઈઓ ને અનુસંધાને તથા કુદરતી ન્યાયનો સિદ્ધાંત અનુસાર બંને દુકાનદારોને સુનાવણી ની તક આપવામાં આવેલ હતી. જેમાં તેઓ એડવોકેટ મારફતે જવાબ રજૂ થતા, બચાવના કારણો માનવાપાત્ર જણાતા ના હોઈ , ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ વ્યાજબી ભાવની દુકાનોના લાયસન્સ આપવાના હુકમો, શરતો અને વિવિધ જોગવાઈઓ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ અને તેના અનુસંધાને થયેલા હુકમોની જોગવાઈઓનો ભંગ થતો જણાયેલ હોઈ બંને દુકાનોનો પરવાનો કાયમી રદ કરવા તથા બંને દુકાનદારો ની 100% પરવાના ડિપોઝીટ રૂ. 5000 +રૂ 5,000 રાજ્યસાત કરવા જિલ્લા પુરવઠા અધિકારી એ તા 08/09/2020 ના રોજ હુકમ કરેલ છે

તથા મામલતદાર વડોદરા ગ્રામ્યના રિપોર્ટ મુજબ બંને દુકાનદારો એ જેટલો જથ્થો ઓછો વિતરણ કરેલ હતો તેટલા જથ્થાની ઘટ ગણી તેની બજારકીમત મુજબ સોખડા 1 ના દુકાનદાર રૂપેશ વસાવા ને રૂપિયા 83108 દંડ તથા વાસણા-કોતરીયા road સોખડા દુકાનદાર ભાઈલાલભાઈ મકવાણા ને રૂપિયા 1,00,135 દંડ કરવામાં આવેલ છે તથા બન્ને દુકાનનો પરવાનો કાયમી રીતે રદ કરવામાં આવેલ છે .