Special Train: પશ્ચિમ રેલવે અમદાવાદ અને જમ્મુતાવી વચ્ચે દોડાવશે સ્પેશિયલ ટ્રેન

Special Train: પશ્ચિમ રેલવે એ યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને જમ્મુતાવી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા નો નિર્ણય લીધો

અમદાવાદ, ૨૫ જૂન: Special Train: પશ્ચિમ રેલવે એ યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને જમ્મુતાવી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો (Special Train) દોડાવવા, અમદાવાદ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ફરીથી શરુ કરવાનો તથા ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સ્પેશિયલ ટ્રેનોને વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે.આ ત્રણેય ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  1. ટ્રેન નંબર 09221/09222 અમદાવાદ – જમ્મુ તાવી – અમદાવાદ સ્પેશિયલ

ટ્રેન નંબર 09221 અમદાવાદ – જમ્મુ તાવી સ્પેશિયલ, 06 જુલાઇ 2021 થી આગામી સૂચના સુધી દરરોજ 11:10 કલાકે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 18:40 કલાકે જમ્મુ તાવી પહોંચશે.વાપસીમાં ટ્રેન નં.09222 જમ્મુ તાવી – અમદાવાદ સ્પેશિયલ 10 જુલાઈ 2021 થી આગામી સૂચના સુધી દરરોજ જમ્મુ તાવીથી સવારે 7:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 13:40 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી,મહેસાણા, ઉંઝા,પાલનપુર,આબુરોડ, ફાલના,મારવાડ જંકશન, પાલી, મારવાડ, જોધપુર, રાયકા બાગ, પીપાડ રોડ, મેડતા રોડ, નાગોર, નોખા, બિકાનેર, લાલગઢ, લૂણકરણસર, સુરતગઢ, પીલીબંગા, હનુમાનગઢ, સંગરિયા, મંડી ડબવાલી, ભટીંડા, ગંગાસર જૈતો,કોટ કપૂરા, ફરીદ કોટ, ફિરોઝપુર કેંટ, મલ્લનવાલા ખાસ, માખુ, લોહિયા ખાસ, સુલતાનપુર લોધી, કપૂરથલા રેલ કોચ ફેક્ટરી, કપૂરથલા, જલંધર સિટી,ભોગપુર સિરવાલ, ટાંડા ઉરમર,દાસુયા, મુકેરિયા, મીરથલ, પઠાણકોટ કેંટ, પઠાણકોટ જંકશન, કઠુઆ, હીરાનગર, ધગવાલ અને વિજયપુર જમ્મુ સ્ટેશનો પર રોકાશે.

Advertisement
Whatsapp Join Banner Guj

ટ્રેન નંબર 09221 રાયકા બાગ અને મિરथલ સ્ટેશનો પર રોકાશે નહીં. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ રહેશે.

  1. ટ્રેન નંબર 09257/09258 અમદાવાદ-વેરાવળ-અમદાવાદ દૈનિક સ્પેશિયલ
    ટ્રેન નંબર 09257 અમદાવાદ-વેરાવળ સ્પેશિયલ 11 જુલાઇ 2021 થી આગામી સૂચના સુધી દરરોજ દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09258 વેરાવળ-અમદાવાદ સ્પેશિયલ 05 જુલાઈ 2021 થી આગામી સૂચના સુધી દરરોજ દોડશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ રહેશે.
  2. ટ્રેન નંબર 08502/08501 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ – ગાંધીધામ સ્પેશિયલ

ટ્રેન નંબર 08502 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામથી 04 જુલાઇ 2021 થી આગામી સૂચના સુધી દર રવિવારે અને ટ્રેન નંબર 08501 વિશાખાપટ્ટનમ – અમદાવાદ સ્પેશિયલ વિશાખાપટ્ટનમ થી 01 જુલાઈ 2021થી આગામી સૂચના સુધી દર ગુરુવારે દોડશે. આ ટ્રેનના સમય, રૂટ અને કોચની સંરચના સમાન રહેશે.

ટ્રેન નંબર 08502 માટે બુકિંગ 27 મી જૂન, 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

યાત્રી સ્પેશિયલ ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટવાળા યાત્રીઓને જ મુસાફરી કરવાની છૂટ રહેશે.પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમ્યાન COVID-19 થી સંબંધિત તમામ ધારાધોરણો તથા એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ક્રાઇમબ્રાંચ(crime branch)ને મળી સફળતા: કડીમાં NRI ટ્રસ્ટી સહિત ચારની હત્યા કરનાર, આખરે કાતિલ મહિલા 17 વર્ષ બાદ દિલ્હીમાંથી ઝડપાઇ