srinivasan venkataraman LKKclbCFPS4 unsplash

કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેર ની સ્વૈચ્છિક, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ચકલી (Sparrow)ના માળાઓનું કરાશે વિતરણ

20 માર્ચ વિશ્વ ચકલી દિવસ

Sparrow day Dimple Rawal

કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેર ની સ્વૈચ્છિક, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ચકલી (Sparrow)ના માળાઓનું કરાશે વિતરણ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૭ માર્ચ:
જામનગરમાં છેલ્લા પાંચ વર્ષ થી 20 માર્ચના વિશ્વ ચકલી (Sparrow)દિવસ નિમિત્તે શહેર ના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને અન્ય સંસ્થાઓ દ્વારા લોકોને વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલ નું વિતરણ કરવામાં આવે છે જે આ વર્ષે પણ 20 માર્ચના રોજ કરવામાં આવનાર છે.

ADVT Dental Titanium

મોબાઈલ ટાવર, ક્રોકીટ ના જંગલો અને નળિયાના ઘર ની જગ્યાએ બની ગયેલા ફ્લેટ થી હવે નાનું એવું પક્ષી ચકલી (Sparrow)ના અસ્તિત્વ પર ખતરો જોવા મળી રહ્યો છે, ત્યારે આ લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે છેલ્લા પાંચ વર્ષ થી બીડું ઝડપ્યું છે અને અત્યાર સુધીમાં 20 હજાર થી વધુ માળાઓનું તેવો એ તેમને મળતા કોર્પોરેટર તરીકે ના ભથા માંથી લોકો ને વિનામૂલ્યે વિતરણ કરેલ છે.

Whatsapp Join Banner Guj

આગામી 20 માર્ચના પણ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેર ની લાયન્સ કલબ ઓફ જામનગર ( વેસ્ટ ) જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર ( વેસ્ટ ), લાખોટા નેચર કલબ, એનીમલ હેલ્પલાઇન વિગેરે સંસ્થાઓ સાથે મળી સંયુક્ત રીતે ચકલી(Sparrow)ના માળા અને ઉનાળા ની કાગઝાડ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા હેતુસર પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવનાર છે.

જામનગરના ડી.કે.વી સર્કલ પર 20 માર્ચ શનિવારે સવારે 9.30 કલાકે અને સાતરસ્તા સર્કલ પર સવારે 10 વાગ્યા થી લોકોને વિનામૂલ્યે ચકલીના માળા અને પીવાના પાણીના બાઉલ નું વિતરણ થનાર છે.

આ પણ વાંચો…જામનગર (Jamnagar) જિલ્લા પંચાયતના નવા પ્રમુખ પદે ધરમશીભાઈ ચનીયારાની વરણી