Tab Water plant

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાને હવે સરફેસ સોર્સ આધારિત પીવાનું શુધ્ધ પાણી મળશે

VDR Water plant 3
File pic
  • ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાને હવે સરફેસ સોર્સ આધારિત પીવાનું શુધ્ધ પાણી મળશે: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
  • અંદાજિત રૂ.૫૪૯૨ લાખના ખર્ચે તૈયાર થનાર આ યોજનાને રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી અપાઇ
  • શિનોર તાલુકાનાં ૭૨,૭૦૭ની વસ્તી ધરાવતા ૪૧ ગામો અને ૦૨ નર્મદા વસાહતને લાભ મળશે
  • રજુઆતને ધ્યાને લઇ પ્રજાહિતમાં લીધેલા આ નિર્ણયને આવકારી પુર્વ ધારાસભ્યો સર્વ શ્રી સતિષ પટેલ તથા અક્ષય પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો

ગાંધીનગર,૨૯ સપ્ટેમ્બર: વડોદરા જિલ્લામાં અત્યાર સુધી ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર શિનોર તાલુકામાં હવે વડોદરા બ્રાન્ચ કેનાલ આધારિત યોજના બનાવીને સમગ્ર તાલુકાને સરફેસ વોટર સોર્સ આધારિત કરવામાં આવી રહ્યુ છે. અંદાજિત રૂ.૫૪૯૨ લાખના ખર્ચે તૈયાર થનાર આ યોજનાને રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ યોજનાનાં કારણે શિનોર તાલુકાની કુલ ૭૨,૭૦૭ વસતીને સરફેસ સોર્સ આધારિત પીવાનું શુધ્ધ પાણી મળશે તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે.


મંત્રીશ્રી જાડેજાએ વધુમાં જણાવ્યુ છે કે, પીવાનાં પાણી માટે વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં ૭૨,૭૦૭ની વસ્તી ધરાવતા ૪૧ ગામો અને ૦૨ નર્મદા વસાહત અત્યાર સુધી ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર હતા. રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની સુવિધા પેટે બોર આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરાયેલુ છે. આ તાલુકામાં હાલ કુલ ૪૧ વ્યક્તિગત પાણી પુરવઠા યોજના કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર તાલુકા માટે વડોદરા બ્રાન્ચ કેનાલ આધારિત યોજના બનાવીને સમગ્ર તાલુકાને સરફેસ વોટર સોર્સ આધારિત કરવામાં આવી રહી છે. આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. ૫૪૯૨ લાખ થશે. જેને તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦થી તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે તથા જૂન-૨૦૨૦થી રાજ્ય સરકાર દ્વારા તેને વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે. આ યોજનાનાં કારણે તાલુકાની કુલ ૭૨,૭૦૭ વસતીને સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી મળશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, વસ્તીમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો તથા પશુ પાલનના વ્યવસાયમાં વધારો થતા પીવાના પાણીની માંગમાં પણ વધારો થયો છે તેમજ તેના ભુગર્ભ જળ પણ નીચે ઉતર્યા છે. શિનોર જુથ પાણી પુરવઠા યોજનામાં સામેલ શિનોર તાલુકામાં આવેલા ગામોમાં ખાસ કરીને દર વર્ષે ઉનાળા દરમ્યાન પીવાના પાણીની ઉદભવતી તંગી, લોક્લ સોર્સમાં બિનપીવાલાયક પાણી સહિતની સમસ્તાઓના નિરાકરણ અંતર્ગત કરજણના પુર્વ ધારાસભ્ય શ્રી સુભાષ પટેલ તથા અક્ષય પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ તરફથી રજુઆતો મળી હતી.
આ રજુઆતોને ધ્યાને લઈ ૪૧ ગામ અને ૨ નર્મદા વસાહતના ગ્રામજનોને સરળતાથી અને સમગ્ર વર્ષ દરમ્યાન સરફેસ પાણી આધારીત યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી નર્મદા મેઇન કેનાલ પાસે વડોદરા બ્રાંચ કેનાલ (ચેનેજ: ૮૧.૮૧) ગુતાલ ઓફટેક પરથી બલ્ક પાઇપલાઇનમાંથી રો વોટર મેળવી સાધલી મેઈન હેડવર્કસના ૧૨.૦૦ એમ.એલ.ડી ક્ષમતા ધરાવતા ફીલ્ટર પ્લાન્ટમાંથી ફીલ્ટર કરી લોકોને પીવાનુ શુધ્ધ પાણી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને ફેબ્રુઆરી-૨૦૨૦ નાં રોજ યોજાયેલી ટેકનીકલ સ્ક્રુટીની કમીટીમાં માર્ચ-૨૦૨૦ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં મંજુરી મળેલ છે.

loading…

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ યોજનાને જુન-૨૦૨૦ થી અંદાજીત કિંમત રૂ. ૪૪૩૭.૬૬ લાખ નેટ અને રૂ. ૫૨૨૯.૭૮ લાખ ગ્રોસ માટે વહીવટી મંજુરી મળેલ છે. હાલની સ્થિતિએ આ યોજનાનો સોર્સ એટલે કે બલ્ક પાઇપલાઇનના ટેન્ડર મંજુરી હેઠળ છે જેની કામગીરી પુર્ણ થયાના ૬ માસ પહેલા શિનોર જુથ પાણી પુરવઠા યોજનાના કામોનું ટેન્ડર બહાર પાડવાનું આયોજન છે.

રજુઆતને ધ્યાને લઇ પ્રજાહિતમાં વડોદરા બ્રાન્ચ કેનાલ આધારિત આ યોજના બનાવીને સમગ્ર તાલુકાને સરફેસ વોટર સોર્સ આધારિત કરવા બદલ કરજણના પુર્વ ધારાસભ્યો સર્વ શ્રી સતિષ પટેલ તથા અક્ષય પટેલે રાજ્ય સરકાર અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.