Khijda mandir

જામનગરમાં ઓપરેશન પેહલા રોગ નાબૂદ કરો સેમિનાર યોજાયો.

ખીજડા મંદિરમાં યોજાયેલ સેમિનારમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા

જામનગર માં નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ પ્રણામી સંપ્રદાય ના 108 આચાર્ય શ્રી કૃષ્ણામણીજી મહારાજ નો જન્મદિવસ નિમિતે સ્વસ્થ્ય પરિસંવાદ અને આલયમ રિહેબ કેસ સેન્ટર અંગે પત્રકાર પરિષદ યોજી પત્રકારો ને માહિતી પૂરી પાડી હતી

whatsapp banner 1

 અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૩૧ ડિસેમ્બર: જામનગર ના નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષભરમાં અસંખ્ય સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે પ્રણામી સંમપ્રદાય ના આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ નો જન્મદિવસ નિમિતે સ્વાસ્થ્ય પરિસંવાદ નું આયોજન કરવામાં આવેલ હતું ખીજડા મંદિર ના સત્સંગ હૉલ માં યોજાનાર આ પરિસંવાદ માં ડો દીપેન પટેલ શરીરમાં તથા સાંધા – સ્નાયુ ઓના દુખાવાના મૂળભૂત કારણો સાઈટિકા સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ ફ્રોઝનની વિગતવાર માહિતી જાણકારી આપી હતી

તેમજ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડો. અનુપ ઠાકર દ્વારા શરીર માં થતાં સાંધા સ્નાયુના દુખાવા અને આયુર્વેદિક સંબંધિત પ્રકાશ પાડ્યો હતો, આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ ના જન્મદિવસ નિમિતે ખીજડામંદિર અને ડોકટર દીપેન પટેલ ના સંયુક્ત ઉપક્રમે આલયમ રિહેબ કેસ સેન્ટર નો શુભારંભ કરવામાં આવશે આ કેમ્પ માં શરીર માં તથા સાંધા સ્નાયુઓના દુખાવા સાઈટિકા સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ ફ્રોઝન ના દર્દીઓની રાહતદારે તપાસ અને સારવાર કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ડોકટર જોગીનભાઈ જોશી અને ડૉ. મનીષભાઈ ભટ્ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ પણ વાંચો….

loading…