vaccination 0504

Sanathal vaccine center: સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરાવ્યા બાદ યુવાનોના પ્રતિભાવ

Sanathal vaccine center: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રારા સમગ્ર રાજ્યમાં કોરોના પર નિયંત્રણ મેળવવા સમગ્ર રાજ્યના જિલ્લા-તાલુકા સ્તરે 18 થી 44 વયજૂથના લોકો માટે રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે.

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૦૫ જૂન:
Sanathal vaccine center: અમદાવાદ જિલ્લાના વિવિધ કેન્દ્રો પણ રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.સાણંદ તાલુકાના સનાથલ પ્રાથમિક કેન્દ્રની મુલાકાત લેતા રસીકરણ કરાવીને યુવાનો ઉત્સાહભેર બહાર નીકળતા જોવા મળ્યા હતા. સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૫ વર્ષીય મયુરસિંહ વાઘેલાએ રસીકરણ કરાવીને પ્રતિભાવ આપતા કહ્યું કે, રાજ્ય સરકારે યુવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરીને કોરોનાની કપરી મહામારીમાં નિ:શુલ્ક રસીકરણ ઉપલબ્ધ કરાવ્યું છે જે માટે હું સરકારનો આભાર વ્યક્ત કરૂ છું.

Whatsapp Join Banner Guj

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કેન્દ્રમાં (Sanathal vaccine center) ફક્ત પાંચ મિનિટની અંદર સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ. અહીં સુવ્યવસ્થિત રીતે સમગ્ર વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યુ હતુ.રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી સ્લોટ બુક કરાવવાથી લઇ ઓબ્ઝર્વેશનરૂમ સુધીની સમગ્ર કામગીરી ખૂબ જ સરળ રહી હતી.રાજ્ય સરકાર દ્વારા દરેક વ્યક્તિને સરળતાથી રસીકરણ મળી રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે પ્રશંસાને પાત્ર છે.

આ પણ વાંચો…રાજ્યમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર પહેલાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરાવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદના 23 વર્ષી રહેનુમા પવારે (Sanathal vaccine center) આજે રસીકરણ કરાવીને હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે,હું ગુજરાત યુનિવર્સિટીના ફાર્માસુટીકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહી છું.અમારી કોલેજના 80 ટકા મિત્રોએ રસીકરણ કરાવી લીધું છે. જેમના પ્રોત્સાહિત થઇ હું પણ ઘણાં લાંબા સમયથી રસીકરણ કરાવવાની ઝંખના સેવી રહી હતી.

આજ રોજ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે 18 થી 44 વયજૂથના યુવાનો માટે શરૂ કરાયેલ રસીકરણ અભિયાન સંદર્ભે મેં ગઇ કાલે રાત્રે સ્લોટ બૂક કરાવ્યો હતો. આજે સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના (Sanathal vaccine center) રસીકરણ કેન્દ્રમાં રસીકરણ કરાવીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહી છું.

ADVT Dental Titanium