RPF awareness campaign

RPF awareness campaign: અમદાવાદ સ્ટેશન પર આરપીએફ દ્વારા કોરોના મહમારીથી સુરક્ષિત રહેવા હેતુ જાગૃતિ અભિયાન

RPF awareness campaign: મુસાફરોની મૂવમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે અલગ-અલગ એન્ટ્રી / એક્ઝિટ ગેટ ક્રાઉડ મેનેજમેન્ટ માટે સેગવે દ્વારા પેટ્રોલિંગ તથા પૂરતા સ્ટાફ ની જમાવટ

  • પ્લેટફોર્મ અને સ્ટેશન પરિસરમાં કોવિડ પ્રોટોકોલ ને અનુસરવા મુસાફરો માટે એનાઉન્સમેન્ટ અને બેનરો દ્વારા ઝુંબેશ
  • મુસાફરોની સુવિધા માટે હેલ્પ ડેસ્કની શરૂઆત
  • રેલ્વે પરિસર માં માસ્ક નહિ પહેરનાર પાસે થી દંડની વસૂલાત

અમદાવાદ , ૨૫ એપ્રિલ: RPF awareness campaign: હાલના કોરોના મહામારીના દૃશ્યને ધ્યાનમાં રાખીને મુસાફરોને પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

RPF awareness campaign: આ માહિતી આપતાં મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે, કોરોના માર્ગદર્શિકાને અનુસરવા મંડળ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની અવરજવર સુવ્યવસ્થિત કરવા માટે પ્લેટફોર્મ પર પ્રવેશ અને બહાર નીકળવાની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લેટફોર્મ પર મુસાફરોના કોરોના પરીક્ષણ માટે થર્મલ ચેકિંગની સાથે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કોવિડ પરિક્ષણ મથક બનાવવામાં આવ્યું છે. જ્યાં નેગેટિવ રિપોર્ટ ન હોય તેવા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે, આરપીએફ અને જીઆરપી ચેકિંગ સ્ટાફ દ્વારા પૂરો સહયોગ મળી રહ્યો છે અને મુસાફરોની ટિકિટ ચેકિંગ સાથે નેગેટિવ રિપોર્ટ પણ તપાસવામાં આવી રહ્યો છે.

Railways banner

તેમણે માહિતી આપી કે ભીડ નિયંત્રણ માટે પણ અનેક પગલા લેવામાં આવ્યા છે અને પ્લેટફોર્મ પર કોઈ ભીડ ન થાય તે માટે 24X7 અમદાવાદ સ્ટેશન પર સતત નજર રાખવામાં આવી રહી છે. (RPF awareness campaign) પેટ્રોલિંગ પણ આરપીએફ અને સેગવે દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મુસાફરોને તેમના હિતમાં આખી મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાની અને કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આરપીએફ અને જીઆરપીના સંયુક્ત કામગીરીમાં તમામ મુસાફરો દ્વારા ફેસ માસ્ક/ફેસ કવરની ખાતરી કરવા માટે (રેલ્વે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) ભારતીય રેલવે નિયમો 2012 હેઠળ અત્યાર સુધીમાં 18 વ્યક્તિઓને 15400/- દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

RPF awareness campaign: ઝા એ માહિતી આપી હતી કે સ્ટેશનો પર કોવિડ પ્રોટોકોલનું પાલન થાય તે માટે પબ્લિક એનાઉન્સમેન્ટ  સિસ્ટમની સાથે ડિજિટલ સ્ક્રીન દ્વારા પણ ઘોષણા કરવામાં આવી રહી છે. તે જ રીતે, કોવિડ પ્રોટોકોલથી સંબંધિત એક વ્યાપક જાગૃતિ અભિયાન પણ સોશિયલ મીડિયા માધ્યમો જેવા કે ટ્વિટર વગેરે પ્લેટફોર્મ પર આકર્ષક ઇન્ફોગ્રાફિક, વેબ કાર્ડ્સ, ઇ-પોસ્ટર્સ અને વિડિઓઝ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

આર.પી.એફ. દ્વારા અમદાવાદ સ્ટેશનના (કાલુપુર સાઈડ) કોનકર્સ હોલ ખાતે “હેલ્પ ડેસ્ક” શરૂ કરવામાં આવ્યો છે, જે 24X7 કાર્યરત છે.

ADVT Dental Titanium

પશ્ચિમ રેલ્વે તેના તમામ આદરણીય મુસાફરોને મુસાફરી કરતી વખતે સામાજિક અંતર અને માસ્ક પહેરવાના કોવિડ -19 માપદંડો, પ્રોટોકોલ અને SOPS નું પાલન કરવા અનુરોધ કરે છે, તેમજ મુસાફરોને કોઈપણ પ્રકારની અફવાઓ – ખોટી પોસ્ટ પર વિશ્વાસ ન કરવા વિનંતી છે અને જો જરૂરી હોય તો હેલ્પ ડેસ્ક ની મદદ લો.

આ પણ વાંચો…Oxygen express: પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ ઝડપી પરિવહન માટે કલિયર પાથ બનાવવામાં આવશે.