Filmposter

Rare disease film: રેર બિમારીઓ પર બનેલી બોલિવુડની શ્રેષ્ઠ ફિલ્મો, આ જોઇને દર્શકો પણ વિચારમાં પડ્યાં કે શું ખરેખર આવી પણ બિમારી હોય ખરી!

Rare disease film: રેર બિમારીઓ પર બનેલી બોલિવુડની શ્રેષ્ઠ ફિલ્મો, આ જોઇને દર્શકો પણ વિચારમાં પડ્યાં કે શું ખરેખર આવી પણ બિમારી હોય ખરી!

મનોરંજન ડેસ્ક: ૨૪ મે: Rare disease film: બોલિવુડમાં રોમેન્ટિંક, કોમેડી, એક્શન વગેરે જેવી થીમ પર તો ફિલ્મો બનતી હોય છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી દિર્ગદર્શકો રેર બિમારીઓ પર વધુ ધ્યાન આપે છે. જે બિમારી વિશે સામાન્ય લોકોને ભાગ્યે જ ખબર હોય છે. આ ફિલ્મો દ્વારા રેર એટલે કે ભાગ્યે જ જોવા મળતી બિમારીઓને મુખ્ય વિષય બનાવીને ફિલ્મો બનાવવામાં આવી છે. જે ખૂબ લોકપ્રિય પણ બની તથા બોક્સઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી હતી. તો આવો જાણીએ એવી ફિલ્મો વિશે…

બ્લેક (Rare disease film) વર્ષ ૨૦૦૫માં સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મમાં પણ આવી જ અજુકતી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન હતાં. ફિલ્મ બ્લેકને સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ફિલ્મમાં રાનીએ એવી છોકરીનું પાત્ર ભજવ્યું છે કે જેમાં તે અલ્ઝાઈમર નામના રોગથી પીડાતી હોય છે. તે ધીમેધીમે મોટી થાય છે અને જ્યારે તે એક શિક્ષકના સંપર્કમાં આવે છે. તે સમયે તે રોગની જાણકારી થાય છે. આ બીમારી મગજના વધુ પડતા ડિપ્રેશનના કારણે થતી હોય છે. જે મોટાભાગે વૃદ્ધાવસ્થામાં થતી હોય છે. આ ફિલ્મ ૨૦૦૫ની ભારતીય ફિલ્મોની બીજા નંબરની વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. જોકે આ ફિલ્મે વિદેશમાં પણ સૌથી વધુ કમાણી કરી હતી.

તારે જમીન પર (Rare disease film)આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન આમિર ખાને કર્યું હતું. આ ફિલ્મમાં ઈશાન અવસ્તી નામનો છોકરો જે આઠ વર્ષનો છે. તેનામાં ડિસ્લેક્સીયા નામના લક્ષણો જોવા મળે છે. તેમાં પણ એક શિક્ષક જ કઈ રીતે તેની આ તકલીફને દૂર કરવી તેને સમજે છે. અને ઈશાનને તેના ભણવામાં મદદ કરે છે. ઈશાન અવસ્તીને દરેક વસ્તુ વાંચવામાં, શબ્દો, અને અક્ષરો ઓળખવામાં સમજવામાં મુશ્કેલી પડે છે. તેને કઈ રીતે ઓળખવા તેની સમજ આમિર ખાન આપે છે. અને તેની દરેક સમસ્યાનું નિરાકરણ આમિર કરે છે. આ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ મેળવ્યો છે.

Rare disease film

ગજની (Rare disease film) એ.આર.મુરુગાડોસ દ્વારા નિર્દેશિત અને ગીતા આટ્ર્સે જેનું નિર્માણ કર્યું હતું. તે ફિલ્મ ગજની ૨૦૦૮માં રિલીઝ થઈ હતી. જેમાં આમિર હીરો તરીકે અને સાઉથ ફિલ્મોની હીરોઈન અસિન જેની બોલિવૂડમાં પહેલી ફિલ્મ હતી. અને આ ફિલ્મ સફળ રહી હતી. આ ફિલ્મમાં આમિરને અંટ્રોગ્રેડ અમ્નેસિયા(શોર્ટ ટમ મેમરી લોસ) નામની બીમારી હોય છે. આ બીમારીમાં માણસ ૫ મિનિટ પહેલા બનેલી ઘટના ભૂલી જાય અને થોડા વખત પછી તે ફરી યાદ આવી જાય. ફિલ્મમાં એક ઘટના બને છે તેના કારણે હીરોના માથા પર જોરથી મારે છે, અને તે આ બીમારીનો ભોગ બને છે. આ બીમારીમાં માણસ શારીરિક રીતે તંદુરસ્ત તથા કોઈ તકલીફ ન જોવા મળે પરંતુ તે થોડીવારમાં જ બધું ભૂલી જાય. આ ફિલ્મ રિલીઝ થયા પછી લોકોને જાણ થઈ હતી, કે આવી પણ બીમારી હોઈ શકે.

પા : (Rare disease film) આર.બલ્કિ જેના નિર્દેશક હતા. તે ફિલ્મ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન બુદ્ધિમાન અને તીક્ષ્ણ બુદ્ધિ વાળો ૧૨ વર્ષનો બાળક છે. જેને પ્રોજેરિયા નામની બીમારી છે. જેમાં બાળક તેની ઉંમર કરતાં વૃદ્ધ હોય તેમ વધુ લાગતો હોય છે. આ દુર્લભ રોગ વિશ્વમાં ૧૦૦થી ઓછા દર્દીઓમાં જોવા મળે છે. આ ફિલ્મને અનેક ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા હતા. પા ફિલ્મ બનાવવામાં ખર્ચ ઓછો થયો હતો, પરંતુ તેની બોક્સઓફિસ કમાણી તેના બજેટ કરતા વધુ હતી.

Whatsapp Join Banner Guj

માય નેમ ઈઝ ખાનઃ (Rare disease film) કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ માય નેમ ઈઝ ખાન વર્ષ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. કરણ જોહરની ફિલ્મમાં મોટાભાગે એવું બને છે કે મુખ્ય હીરો-હીરોઈનના રોલ તરીકે શાહરૂખ અને કાજોલ હોય અને આ ફિલ્મમાં પણ તે બંનેએ હીરો-હીરોઈનના પાત્રમાં હતાં. ફિલ્મમાં શાહરૂખ ખાનને એસ્પાર્ગર સિન્ડ્રોમ નામની બીમારી હોય છે. આ રોગ ઓટિઝમ ડિસઓર્ડરનો જ એક ભાગ હોય છે. એમાં એને બધાની સાથે હળવામળવામાં તથા પોતાની વાત રજૂ કરવામાં મુશ્કેલી થાય છે. તે વાંચીને કે જોઈને કશું સમજવામાં નબળો હોય છે. પરંતુ દરેક સમસ્યા આગવી રીતે ઉકેલવાની ક્ષમતા ધરાવતો હોય છે. માય નેમ ઈઝ ખાને તે સમયની રિલીઝ થયેલી દરેક ફિલ્મ કરતાં વધારે કમાણી કરી હતી.

હિચકીઃ (Rare disease film) યશરાજ બેનરની ફિલ્મ હિચકીથી રાની મુખર્જી માતા બન્યા પછી તેની પહેલી ફિલ્મ છે. રાની તેની પુત્રી અદિરાના જન્મ બાદ એને સાચવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. પણ રાની હિચકી ફિલ્મથી ફરી તેના ચાહકોની સામે આવે છે. એક ચેલેન્જિંગ રોલ કહી શકાય. જેમાં રાની એક ટીચરની ભૂમિકા કરી રહી છે. પરંતુ તેને અજીબ પ્રકારની બીમારી હોય છે. ટોરેટ સિન્ડ્રોમ જેને કહી શકાય છે. એક અલગ પ્રકારની હિચકી કહેવાય છે. જે મગજને લગતી છે. ફિલ્મમાં રાની પોતાની વાત જેવી રજૂ કરવાની કોશિશ કરે છે. તે સાથે જ તેને હિચકી શરૂ થઈ જાય છે. અને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે ફિલ્મમાં દર્શાવ્યું છે. આ ફિલ્મ કેટલા અંશે સફળ થશે તે જોવું રહ્યું.

આ પણ વાંચોInteresting story: પૌરાણિક કથાઃ શા માટે દ્રૌપદીએ ભીમના હાથે કરાવ્યો કિચકનો વધ?, વાંચો આ રસપ્રદ કથા

શુભ મંગલ સાવધાનઃ (Rare disease film) ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ શુભ મંગલ સાવધાન જેના ડાયરેક્ટર આર.એસ. હતા. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા હતી. ફિલ્મમાં હીરો તરીકે આયુષ્માન ખુરાના અને હીરોઈન ભૂમિ પેડનેકર છે. સામાન્ય રીતે સ્ત્રીની જાતીય બીમારી વિશે ચર્ચા થતી હોય છે. પરંતુ પુરુષોની જાતીય સમસ્યાઓની ભાગ્યે જ ચર્ચા થાય છે. પુરુષ એટલે મજબૂત, ખડતલ એવી સામાજિક છાપના કારણે પુરુષ પોતાની નબળાઈની વાત કરી શકતો નથી. કોઈને જાણ કરે તો તેની મશ્કરી કરવામાં આવે છે. આ ફિલ્મમાં એવા એક પુરુષની વાત કરવામાં આવી છે કે જેને શરીર સંબંધમાં જોડાવા અંગે મુશ્કેલી હોય છે. તેમાં તેની પત્ની તેને બધી જ રીતે તેને સપોર્ટ કરે છે અને તેને એ વાતથી દુઃખી ન થવાની હિંમત આપ્યા કરે છે. છતાં હીરોની મૂંઝવણ અને સંકોચના કારણે છબરડા થતા રહે છે. ફિલ્મ લો બજેટ હતી, પરંતુ ખુબ કમાણી કરી હતી.

ADVT Dental Titanium