rail track 02

Railway Administration: રેલ્વે પ્રશાસન દ્વારા 06 સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જાણો વિગત…..

Railway Administration

Railway Administration: ગાંધીધામ-જોધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડશે કુલ 3 જોડી સ્પેશ્યલ ટ્રેનો

અમદાવાદ , ૦૧ એપ્રિલ: રેલ્વે પ્રશાસન (Railway Administration) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-જોધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે કુલ 3 જોડી સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 02484/02483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ (ત્રિ સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશ્યલ

ટ્રેન નંબર 02484 ગાંધીધામ – જોધપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ગાંધીધામથી રાત્રે 22:00 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 06:45 વાગ્યે જોધપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02483 જોધપુર – ગાંધીધામ સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે જોધપુરથી 21:10 વાગ્યે ચાલીને બીજા દિવસે 06:05 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન સામાખ્યાલી, રાધનપુર, ભીલડી, મારવાડ ભીનમાલ અને જાલૌર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.

Whatsapp Join Banner Guj

2. ટ્રેન નંબર 04820/04819 સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ

ટ્રેન નંબર 04820 સાબરમતી – ભગત કી કોઠી સ્પેશ્યલ 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી 07:45 વાગ્યે ચાલીને તે જ દિવસે 16:20 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 04819 ભગત કી કોઠી – સાબરમતી સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન 11:25 વાગ્યે ચાલીને તે જ દિવસે 20:00 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી, ડુંડારા અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.

3. ટ્રેન નંબર 04804/04803 સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશ્યલ

ટ્રેન નંબર 04804 સાબરમતી – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી 21:50 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 06:00 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04803 ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિન ભગત કી કોઠી થી 21:30 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 05:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે.

ADVT Dental Titanium

ટ્રેન નંબર 04804, 04820 અને 02484 નું બુકિંગ 6 એપ્રિલ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. મુસાફરો ટ્રેન સંચાલન, આવર્તન અને ઑપરેટિંગ દિવસો તથા સ્ટોપજ પર વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…હવામાન વિભાગે આપી સૌથી મોટી ચેતવણીઃ આ ઉનાળામાં તાપમાન(heatwave) તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા..!