wr award

Rail employee: અમદાવાદ મંડળના 6 કર્મચારીઓને રેલ સુરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સન્માનિત કર્યા

અમદાવાદ , ૧૬ જૂન: Rail employee: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા માટે જાગૃકતા અને સતર્કતા ની સાથે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ 6 રેલ કર્મચારીઓને વેબિનાર ના માધ્યમ થી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ડી આર એમ અમદાવાદ મંડળ શ્રી દિપક કુમાર ઝા દ્વારા મેડલ અને પ્રમાણ પત્ર આપીને સન્માનિત કર્યા

Whatsapp Join Banner Guj

ડી આર એમ ઝા એ જણાવ્યું કે રેલવેમાં સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે તથા દરેક રેલ કર્મચારી (Rail employee) તેના માટે સજાગ રહે છે , ડ્યુટી દરમ્યાન તેમની બાઝ નજર સજાગતા થી રેલ દુર્ઘટનાઓની આશંકા દૂર થાય છે તે જ સમયે, આ હોશિયાર  અને સજાગ પ્રહરી અન્ય રેલ્વે કામદારો માટે પણ અનુકરણીય ઉદાહરણો બની જાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2021 ના દરમિયાન સુરક્ષા ક્ષેત્રમાં  ઉત્કૃષ્ઠ કાર્ય કરવાવાળા  મંડળના 6 નિષ્ઠાવાન તથા સતર્ક રેલ કર્મચારીઓ ને મેન ઓફ ધ મંથ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તથા મેડલ અને પ્રમાણ પત્ર પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યા

મુસાફરો ટ્રેન દ્વારા સુરક્ષિત રીતે તેમના મુકામ પર પહોંચે છે તે રેલવેની ટોચની અગ્રતા છે: આલોક કંસલ, મહાપ્રબંધક, મધ્ય અને પશ્ચિમ રેલ્વે

મંડળ સુરક્ષા અધિકારી એ .વી. પુરોહિત ના અનુસાર ઉતૃકૃષ્ટ કાર્ય કરવાવાળા મંડળના 6 રેલ કર્મચારીઓ(Rail employee) માં સૈયદ ઈમ્તિયાઝ ,પંકજ શ્રીમાળી તથા પ્રવીણ સાગર લોકો પાયલોટ, હરજી રામ મીણા સ્ટેશન માસ્તર,મુલીધર મીણા ફીટર,રવિન્દ્ર કુમાર, રવિ માલગાર્ડ જેવોએ સંભવી રેલ દુર્ઘટનાનોને રોકવામાં લગન,નીષ્ટ્ઠા અને મહેનતથી  સમય રહેતા કાર્ય કર્યું તથા ઉચ્ચ અધિકારીઓ ને સૂચના આપી જેના થી સંભવિત દુર્ઘટનાઓને ટાળી શકાય કાર્યક્રમ ના અંત માં સહાયક મંડળ સુરક્ષા અધિકારી ગૌરવ સારસ્વતે  દરેકના પ્રતિ આભાર વ્યક્ત કર્યો