JMC office

ખાનગીબેન્ક માં નિયમ વિરુદ્ધ જામનગર મહાનગરપાલિકાના કરોડો રૂપિયા રાખી મોટા પાયે ભ્રષ્ટાચાર નો આક્ષેપ….

JMC office 3

રિપોર્ટ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૪ જુલાઈ ૨૦૨૦ જામનગર મહાનગરપાલિકાના શાસકજૂથના જ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જ્યેન્દ્રસિંહ એ મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલ ને પત્ર લખી મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.

સતાધારી ભાજપના જ બંને નગરસેવકો પત્ર માં લખ્યું છે કે મહાનગરપાલિકા ના નાણાં નિયમ વિરુદ્ધ સરકારીબેંક ને બદલે ખાનગી બેંક માં શા માટે રાખવામાં આવે છે…!!??, જ્યારે ભૂતકાળ માં અનેક ખાનગીબેન્કો ઉઠી જવાના અને ફડચામાં ગયા ના બનાવો બન્યા છે ત્યારે શા માટે મહાનગરપાલિકા ના રૂપિયા ખાનગી બેંક માં રાખવામાં આવી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા ને પ્રજાના ટેક્સના રૂપિયાની કરોડો ની આવક તેમજ સરકારી ગ્રાન્ટ અને સરકારી યોજના ની રકમ જ્યારે ખાનગીબેન્ક માં રાખવામાં આવે ત્યારે સ્વભાવિક છે, ખાનગીબેન્ક દ્વારા જે તે અધિકારીને સાચવી લેવામાં આવતા હોય તો આ પ્રકારનો ભ્રષ્ટાચાર શા માટે ચલાવી લેવામાં આવે છે…!??

JMC office 2

અત્યાર સુધી નિયમ વિરુદ્ધ અને સતાધીશો ને અંધારા માં રાખી ચીફ એકાઉન્ટન્ટ દ્વારા જે રીતે ખાનગી બેંક માં પ્રજા ના કરોડો રૂપિયા રાખવામાં આવ્યા છે ત્યારે તેમની વિરુદ્ધ પગલાં ભરવા પણ બને કોર્પોરેટર કેશુભાઇ માડમ અને જ્યેન્દ્રસિંહ ધ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. મહાનગરપાલિકા પોતાના ખિસ્સામાં છે અને તેમનું કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી તેવું માની બેસેલા અધિકારીઓ ઉપર કોર્પોરેટર એ પગલાં લેવાની માંગણી કરતા મહાનગરપાલિકા માં ચકચાર મચી જવા પામી છે.

********