Bird

જાણો ઓખા ના દરિયાકિનારે એવું તે શું મળી આવ્યું કે લોકો અચરજમાં પડી ગયા…

Bird

રિપોર્ટ:જગત રાવલ
૧૪ ઓગસ્ટ,દ્વારકા નજીક ઓખા ના દરિયાકિનારા પાસે આજે બે અનોખા પક્ષી સ્થાનિક લોકોને જોવા મળતા તેવો અચરજમાં પડી ગયા હતા, સામાન્ય રીતે આ પ્રકારના અલગ પક્ષી જોયા ના હોઈ લોકો એ પક્ષીપ્રેમી અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી,

Bird 2

વન વિભાગ દ્વારા દરિયાકિનારે આવી પક્ષીનું નિરીક્ષણ કરતા આ પક્ષી Masked Boody ( માસ્ક બુડી ) હોવાનું જાણવા મળ્યું હતું, સામાન્ય રીતે આ પક્ષી દક્ષિણ એટલાન્ટિકા ના શીતપ્રદેશ ના રાજ્યોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે, પણ… સ્થળાંતર અને ખોરાક ની શોધમાં ભૂલું પડી ભારતના દરિયાકિનારે જોવા મળે છે.

Bird 3

કુલ બે પક્ષીઓ ઘાયલ અવસ્થામાં ઓખાના દરિયાકિનારે મળી આવતા હાલ વન વિભાગ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે, સ્વસ્થ થયા બાદ આ માસ્ક બુડી પક્ષીને ફરી દરિયાકિનારે છોડી મુકવામાં આવશે.