ઐતિહાસિક રીતે બન્ને પિટિશન સાથે ચલાવીને સુનાવણી કરી નિર્ણય ટુંક સમયમાં: નરેન્દ્ર રાવત

સુપ્રીમ કોર્ટ દ્વારા અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા એનો ચુકાદો આપવાનો નિર્ણય ને આવકાર્યો છે. નીચે કેસની વિગત છે. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે સુપ્રીમ … Read More

ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગનું વધુ એક નક્કર કદમ

મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ – મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ iORA પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી હવે ઓનલાઈન હદ માપણી, હિસ્સા માપણી … Read More

IPLની મેચો લાઇવ જોવા માટે જિયોએ ખાસ પેક રજૂ કર્યા

મુંબઈ,25 ઓગષ્ટ:ભારતમાં ધર્મ તરીકે પૂજવામાં આવતી ક્રિકેટની રમતનો રોમાંચ માણ્યાને છ મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. ટીવી અને મોબાઇલ પર સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ ઇવેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ધમધમાટ સપ્ટેમ્બર 2020ના મધ્યભાગ પછી શરૂ થઈ જશે. જિયોએ તેના પ્રીપેઇડ યુઝર્સ માટે આઇપીએલનો રોમાંચ માણવા માટે બે ખાસ પેક રજૂ કર્યા છે, રૂ. 499 અને રૂ.777ના આ ખાસ પેક દ્વારા માત્ર લાઇવ ક્રિકેટ જ નહીં, પરંતુ ડિઝની+હોટસ્ટાર પણ વધારાના ખર્ચ વગર માણી શકાશે. આ સિઝનમાં આઇપીએલની તમામ મેચ યુએઈમાં રમાવાની છે અને એ પણ પ્રેક્ષકોની હાજરી વગર, એટલે મેચનો રોમાંચ માણવો હશે તો માત્ર બે જ વિકલ્પ છે, એક તો ટીવી ઉપર અથવા તો બીજો રસ્તો મોબાઇલ પર લાઇવ મેચ જોવાનો છે. ‘ક્રિકેટ ધન ધના ધન’ ઓફર હેઠળ ‘જિયો ધન ધના ધન’ દ્વારા જિયોના પ્રીપેઇડ યુઝર્સને રૂ.399ની કિંમતનું ડિઝની+હોટસ્ટાર એક વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે જેમાં તેના તમામ પ્લાન હેઠળ અનલિમિટેડ ક્રિકેટિંગ કવરેજ માણવા મળશે. રૂ.499નું નવું પેક ખાસ ક્રિકેટના ફેન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 56 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. રૂ.777નું બીજું પેક ત્રિમાસિક આયોજન મુજબ ડિઝાઇન કરાયું છે. આ પેકમાં 84 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા અને વધારાનો પાંચ જીબી ડેટા પણ મળશે. એ સાથે જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 3000 મિનિટ પણ મળશે. આ બે ખાસ પેક ઉપરાંત પ્રવર્તમાન રૂ.401નો માસિક પ્લાન અને રૂ.2599નો વાર્ષિક પ્લાન પણ ઉપલબ્ધ છે. રૂ.401ના પ્લાનમાં જિયો યુઝર દરરોજનો ત્રણ જીબી ડેટા 28 દિવસની વેલિડિટી માટે મેળવે છે, જેમાં છ જીબી  વધારાનો ડેટા ઉપરાંત જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે જ્યારે જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 1000 મિનિટ મેળવે છે. રૂ.2599ના વાર્ષિક પ્લાન અંતર્ગત 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા અને વધારાનો 10 જીબી ડેટા પણ મળે છે. આ પ્લાનમાં પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 12,000 મિનિટ મળે છે. લાઇવ ક્રિકેટ મેચ જોવા માટે જિયો એડઓન પેક પણ ઓફર કરે છે. આઇપીએલની મેચો લાઇવ જોવા માટે પ્રવર્તમાન જિયો પ્રીપેઇડ યુઝર્સ રૂ.612નું એડઓન પેક પણ લઈ શકે છે. તમારો પ્રવર્તમાન પ્લાન પૂરો ન થાય ત્યાં સુધી આ પેક 6 જીબીના 12 વાઉચર્સ ઓફર કરે છે. આ પેક પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોનજિયો વોઇસ કોલિંગ માટે 500 મિનિટ ઓફર કરે છે. આ ઉપરાંત અન્ય ત્રણ એડઓન ડેટા પેક પણ ઉપલબ્ધ છે – રૂ.1004નું પેક 120 દિવસ માટે 200 જીબી ડેટા ઓફર કરે છે જ્યારે રૂ.1206નું પેક 180 દિવસ માટે 240 જીબી ડેટા ઓફર કરે છે અને રૂ.1208નું પેક 240 દિવસ માટે 240 જીબી ડેટા ઓફર કરે છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં સરેરાશ ૧૦૬.૭૮ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૩.૫૭ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૩૫ ટકા જેટલો સરેરાશ વરસાદ રાજ્યના ૧૦ તાલુકાઓમાં ચાર ઈંચ થી નવ … Read More

જામનગરમાં આર્યુવેદીક પરીક્ષાઓ ઓનલાઈન લેવા યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ એ કરી રજુવાત.

રિપોર્ટ:જગત રાવલજામનગરની ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ને યુનિવર્સિટી ની આગમી પરીક્ષાઓ ઓનલાઇન યોજાઈ તે અંગે નું સમગ્ર ગુજરાત ના 300 થી વધુ વિધાર્થીઓ ની લેખિત અરજી સાથે આવેદનપત્ર … Read More

केंद्रीय शिक्षा मंत्री ने आज नई दिल्ली में एनआईओएस की विभिन्न गतिविधियों की समीक्षा की

24 AUG 2020 by PIB Delhi केंद्रीय शिक्षा मंत्री, श्री रमेश पोखरियाल ‘निशंक’ ने आज नई दिल्ली में राष्ट्रीय मुक्त विद्यालयी शिक्षा संस्थान (एनआईओएस) की विभिन्न गतिविधियों की समीक्षा की। बैठक में स्कूली शिक्षा … Read More

पटना में डीआरडीओ के 500 बिस्तरों वाले कोविड अस्पताल का उद्घाटन

24 AUG 2020 by PIB Delhi पटना में रक्षा अनुसंधान एवं विकास संगठन (डीआरडीओ)द्वारा स्थापित 500 बिस्तरों वाले कोविड अस्पताल जिसमें अलग से 125 आईसीयू बिस्तरों की भी व्यवस्था है का आज केंद्रीय गृह … Read More

अब घर बैठे मोबाइल एप से दादा देव अस्पताल में ओपीडी का अपाइंटमेंट ले सकेंगे- श्री अरविंद केजरीवाल

पहले लोगों को लाइन में खड़े होकर पंजीकरण कराना होता था और डाॅक्टर का देर तक इंतजार करना पड़ता था, अब यह समस्या खत्म हो गई, प्रेग्नेंट महिलाओं के लिए … Read More

दिल्ली की बैंक्वेट हॉल्स एसोसिएशन ने मुख्यमंत्री से मिलकर दिल्ली में बैंक्वेट हॉल्स खोलने के लिए धन्यवाद दिया

 दिल्ली की बैंक्वेट हॉल्स एसोसिएशन ने मुख्यमंत्री अरविंद केजरीवाल से मिलकर दिल्ली में बैंक्वेट हॉल्स खोलने के लिए दिल्ली सरकार को धन्यवाद दिया  दिल्ली में कोरोना को नियंत्रित करने में … Read More

લોકડાઉનમાં બંધ પડેલા મારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું આત્મનિર્ભર યોજનાએ:દેવાંશી ગોહેલ

કોરોના કાળમાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાએનાના વ્યવસાયકારોને બનાવ્યા આત્મનિર્ભર અહેવાલ: શુભમ અંબાણી રાજકોટ,૨૪ ઓગસ્ટ:માણસ માટે જયારે આગળ વધવાનો એક દરવાજો બંધ થાય છે ત્યારે કુદરત અનેક દરવાજા ખોલી આપે છે. આવું જ કંઈક કોરોના મહામારીના સમયમાં ગુજરાતના નાના વ્યવસાયકારો, ધંધાદારીઓ સાથે બન્યું છે, કોરોના મહામારીના સમયમાં લોકડાઉનને કારણે બંધ પડેલા નાના વેપાર ધંધા માટે રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજના સાચા અર્થમાં ટેકા રૂપ સાબિત થઈ છે. આજે વાત કરવી છે રાજકોટના સોનીબજારમાં છેલ્લા ૧ વર્ષથી સંયુક્ત ભાગીદારીમાં બ્યુટી પાર્લર ચલાવતા યુવા બ્યુટીશિયન્સ દેવાંશીબેન અને ભારતીબેન ગોહેલની…. દેવાંશીબેન તેમની વાત કરતા જણાવે છે કે,” બ્યુટીપાર્લર શરૂ કર્યા બાદ અમે બન્ને મહેનત અને મક્કમતાથી કાર્ય કરી રહ્યા હતા. ત્યાં કોરોના મહામારીને પગલે લોકડાઉન આવતા અમારો વ્યવસાય બંધ થયો. અમારા માટે અમારો આ નાનકડો વ્યવસાય ચાલુ રહે તે જરૂરી હતું તેવા એ સમયમાં રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી, આ યોજનાનો લાભ લેવા માટે અમે રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાત લીધી, ત્યાં લોન વિશે આવશ્યક માહિતી મેળવી, ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને, અરજી કરતા તુરંત અમને રૂા. ૧ લાખની લોન મળી ગઈ. કોરોનાને કારણે લોકડાઉનમાં ૨ મહિના સુધી બ્યુટીપાર્લર બંધ રહ્યું હતું, જેના કારણે અમારો રોજગાર સાવ બંધ થઈ ગયો હતો અને પરીવારનું ગુજરાન ચલાવવામાં પણ ખૂબ જ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ રાજ્યસરકાર દ્વારા અમલી બનાવાયેલ આ આત્મનિર્ભર યોજનાએ અમારા વ્યવસાયને નવું બળ પૂરું પાડયું છે.” ભારતીબેન મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહે છે કે,“આત્મનિર્ભર યોજનામાં અમને માત્ર ૨ ટકાના નજીવા દરે લોન મળી, એટલું જ નહીં પણ ૬ મહિના સુધી અમારે કોઈપણ પ્રકારનો હપ્તો ન ભરવાનો હોઈ, એ અમારા જેવા નાના વ્યવસાયકારો માટે ખૂબ મોટી વાત છે. આ લોનથી અમે અમારા બ્યુટીપાર્લર માટેના આવશ્યક સાધનોની ખરીદી કરી છે. કોરોના મહામારી અન્વયે રાજ્ય સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને અમારા બ્યુટીપાર્લરમાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. ગ્રાહકોની સાવચેતી માટે સંપૂર્ણ PPE કીટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને જ અમે કાર્ય કરીએ છીએ. તદુપરાંત પાર્લરમાં આવતા પ્રત્યેક ગ્રાહકના હાથને સેનેટાઇઝ કરવામાં આવે છે અને દરેક ગ્રાહકોને માટે અમે માસ્ક તથા વન ટાઈમ યુઝેબલ ઍપ્રનનો ઉપયોગ કરીએ છીએ. જેથી તેનો એક વખત ઉપયોગ કર્યા બાદ અન્ય માટે તેનો ઉપયોગ ન થઈ શકે, અનલોક બાદ આ બધું ખરીદવું થોડું મુશ્કેલ હતું પણ લોન મળતાં એ ચિંતા પણ હળવી થઈ ગઈ અમને આ લોન રૂપી પ્રેરકબળ પૂરું પાડવા માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ” ગુજરાતની સંવેદનશીલ સરકારે આત્મનિર્ભર યોજના દ્વારા દેવાંશીબેન અને ભારતીબેન જેવા અનેક નાના વ્યવસાયકારોને આર્થિક ટેકો પૂરો પાડયો છે, એટલું જ નહીં પણ તેમનામાં આત્મવિશ્વાસને પણ પુન:સ્થાપિત કરીને સાચા અર્થમાં સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે .