Ghanshyam Patel dairy chairman

ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

Ghanshyam Patel dairy chairman
ઘનશ્યામ પટેલ, ચેરમેન

ગત માસ માં ડેરી ના 15 ડિરેક્ટર્સ ની ચૂંટણી થતા તમામ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૬ ઓક્ટોબર: ભરૂચ નર્મદા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરી ના સંચાલક મંડળ ની 15 બેઠકો બિનહરીફ મેળવી સહકારી આગેવાન ઘનશ્યામ પટેલે દુધધારા ડેરી પર તેમનું વર્ચસ્વ પુનઃ સ્થાપિત કર્યું છે જોકે ડેરી ના વાઇસ ચેરમેન પદે ગઈ ટર્મ ની જેમ આજે પણ પુનઃ બીટીપી ના ધારાસભ્ય મહેશ વસાવા ની વરણી થતા ભાજપ ના એક જૂથ માં અસંતોષ ફેલાયો છે.

ત્યારે આજે ઘનશ્યામ પટેલ ના જન્મ દિવસે તેમની ચેરમેન પદે વરણી થતા ભાજપ કાર્યકરો એ ચેરમેન ને. બેવડા અભિનંદન પાઠવી. વિજય ઉત્સવ મનાવ્યો હતો. ત્યારે હવે હાલ ઘનશ્યામ પટેલ જેના ચેરમેન છે તે નર્મદા ખાંડ ઉદ્યોગ ની પણ ચાલુ માસ ના અંતે ચૂંટણી છે તેના પર સૌની નજર છે

Advt Banner Header