HG Koshia

Covid-19ના સંક્રમણને રોકવા માટે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા

Dr HG Koshia 1

કોવિદ-૧૯ ના સંક્રમણને રોકવા માટે
રાજયમાં કાર્યરત CT scan Center ની કામગીરીની ચકાસણી કરાશે: સંક્રમણ નિયંત્રિત કરવા અંગે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર

ગાંધીનગર, ૦૬ ઓક્ટોબર: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે,રાજયમા પ્રર્વતી રહેલ Covid – 19 ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રોજ – બરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.આ પરિસ્થિતિમાં તકેદારીનાં ભાગરૂપે રાજ્યની જાહેર આરોગ્યની સુરક્ષાના પગલાંના ભાગરુપે આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી ડૉ.જયંતિ એસ . રવિની સુચના અનુસાર Covid – 19 હેઠળ રાજયમા આવેલ CT Scan Centreની રૂબરૂ તપાસ કરીને કોરોના સંક્રમણની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય છે કે નહી તેની ચકાસણી કરવા તમામ અધિકારીઓને સૂચનાઓ આપીને પગલા લેવા જણાવાયુ છે.

Advt Banner Header

તેમણે ઉમેર્યુ કે, આ રૂબરૂ મુલાકાત દરમિયાન આ સેન્ટર દ્વારા Covid – 19 ના દર્દીઓની તપાસ કરવામાં આવે છે ત્યાં સાવચેતીના ભાગરૂપે તે જગ્યાએ એક દર્દીથી બીજા દર્દી વચ્ચે કોઇ સંક્રમણની શક્યતા ઉભી ન થાય તે હેતુસર ટેબલા સ્કાઉચને યોગ્ય સરફેસ ડિસ – ઇન્સેક્ટન્ટ દ્વારા ક્લીન થાય અથવા તો ત્યાં ડિસ્પોસેબલ શીટનો ઉપયોગ થાય છે કે નહી તેની ચકાસણી કરવામા આવશે. આ અંગે તેઓ દ્વારા આવા સેન્ટરોની તપાસ કરીને તે સેન્ટરોને આ બાબતથી વાકેફ કરીને ચકાસણી અંગે કરેલ કાર્યવાહીની નોંધ અંત્રે મોકલી આપવાની રહેશે એમ વધુમા જણાવાયુ છે.