ndrf tean

NDRF team: ટીમોનું હવાઈમાર્ગે જામનગરમાં આગમન

NDRF team: સંભવિત વાવાઝોડા ની દહેશત સામે જામનગર એરફોર્સ સ્ટેશન ખાત એનડીઆરએફની ટીમો આવી પોહચી હતી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૫ મે:
NDRF team: ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે.

  • ઓરિસ્સા અને પંજાબથી એનડીઆરએફની (NDRF team) ટીમો 15 ટીમોનું જામનગર એરફોર્સ સ્ટેશન પર આગમન થયું હતું
  • સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં રવાના કરવામાં આવી હતી આ ટીમો જે વાવાઝોડા ની સામે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરસે.
NDRF team

મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રી. દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીની સૂચના.

Whatsapp Join Banner Guj

આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ પંકજ કુમાર અને એમ. કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ તેમજ વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા છે.

આ પણ વાંચો…Reliance Jio યુઝર્સ માટે ખાસ ઓફરઃ આ ગ્રાહકોને મળશે ફ્રી ટોકટાઇમનો લાભ- વાંચો ઓફર વિશે…