CM Rupani 5

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી આપતા મુખ્યમંત્રીશ્રી

પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે

નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે

CM Rupani 3

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ

ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે.
નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.
૧ર મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો-નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.
એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે

*******