Dr Parul Badgama

કોરોનાથી ન ગભરાવો – હિંમત રાખો…સામાન્ય લક્ષણો હોય તો આઈસોલેટ થઈ શકાય:ડો.પારુલ વડગામા.

Dr Parul Badgama
ડો.પારુલ વડગામા,IMA સુરતના પ્રેસીડન્ટ

રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત:કોરોના સંક્રમણ ના માહોલ મા કેટલાક નાગરિકો ને સતત ચિંતા રહેતી હોય હું કોરોના સંક્રમિત તો નથી એવા સમયે સુરતની જાહેર જનતાને ડૉ. પારૂલ વડગામા, IMA સુરતના પ્રેસીડન્ટ જણાવે છે કે હાલ શહેરમાં કોરોનાના સંક્રમણ વધી રહયુ છે, કોમ્યુનીટી સંક્રમણ તરફ આગળ વધી રહયા છે.ત્યારે દરેક વ્યક્તિ એ પોતાની વિશેષ સંભાળ અંને કાળજી રાખવી ઈચ્છનીય. જેમ કે પોષ્ટીક ખોરાક, લીલા શાકભાજી, કઠોળ, ફળફળાદી, વિટામીન સી અને ડી, ઓછામાં ઓછા ૭ કલાકની ઉઘ, દિવસમાં ત્રણ થી ચાર લીટર પાણી લેવું ઈચ્છનીય. આ ઉપરાંત શારીરિક કસરત અડધો કલાક. અને યોગ પ્રાણાયમ તથા હકારાત્મકતા રાખવી ઈચ્છનીય છે.
હું પણ બે અઠવાડીયા પહેલાં કોરોનોમાં સપડાયેલી તથા મેં પણ ઘણા દર્દીઓની સારવાર કરી છે અને અનુભવ્યું છે કે ઘણાંને ઓછી અસર થાય કે ઘણાંને વધુ અસર થાય પણ જેની ઈચ્છા શકિત મજબુત હોય તે બહાર નીકળી જાય. જે વ્યકિતને કોરોનો થાય તેને ભયભીત થવું સ્વાભાવિક છે પણ જયારે સંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલીક ડૉકટરનો સંપર્ક કરવો પડે. એ લક્ષણો કંઈ પણ હોય શકે.
માથું દુ:ખવું, નાકમાં ગંધ ના આવવી, ગળામાં સ્વાદ ના આવવો, તાવ રહેવો, શ્વાસ ચઢવો અને અશકિત આવી જવી. આ બધામાં દાખલ થવાની જરૂર નથી. જો સામાન્ય લક્ષણો હોય તેવા કેસને આઈસોલેટ કરી શકાય અને જે કેસમાં ગંભીર હાલત હોય તથા ઓકસીજનનું પ્રમાણ ૯૪% થી ઓછું હોય તેને દાખલ કરી ઈજેકશન તથા ઓકસીજનની જરૂર પડે. મારા આ લેખથી જાહેર જનતાને અપીલ કરું છું કે દરેક ગંભીર દર્દીમાં ટોસીલીમુઝેબ કે રેડમીસિવરની જરૂર નથી. આ કેસમાં ચેપનું પ્રમાણ વધુ હોય તેવા કેસમાં આવા ઈન્જકશનની જરૂર પડે છે. મોટાભાગે ઓકસીજન વગરની સારવારથી જલદી સારૂ થઈ જતું હોય છે.

માત્ર ૫ થી ૬ % કેસ વેન્ટીલેટર પર જતા હોય છે. જે દર્દી ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હૃદયની બીમારી હોય તેવા કેસમાં જ જોખમ વધુ હોય છે. તથા જેની ઉંમર ૫૫ વર્ષથી વધુ હોય તેમાં મૃત્યુ દર વધુ હોય છે.
આથી મારી જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે માસ્ક વગર બહાર નીકળશો નહીં, સોશીયલ ડીસ્ટન્ટસ રાખશો, બહારથી આવીને તરત જ સ્નાન કરી લેવું અને ઘરમાં પણ ડીસ્ટન્ટસ જાળવવું હિતાવહ છે.

**********