Bardoli khad muhurt 3

બારડોલી ખાતે રૂ.૪૬.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ ભવનોનું ખાતમુહૂર્ત

Bardoli khad muhurt 3

બારડોલીમાં ગુજરાતનું બીજું વિદ્યાનગર સ્થપાઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તે ખુબ જ જરૂરી: મંત્રી ગણપતસિંહ વસાવા

હાલ કોરોનાની આ મહામારીમાં પણ ૩૬ કરોડ કરતા વધુના શૈક્ષણિક બાંધકામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર

૯૨૦ વિદ્યાર્થી-વિદ્યાર્નીઓ છાત્રાલય-નિવાશી શાળામાં અભ્યાસ કરી શકશેઃ

Bardoli khad muhurt 5

સુરત, શુક્રવાર: સુરત જિલ્લામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે બારડોલી અસ્તાન આદર્શ કન્યા શાળા ખાતે વન અને આદિજાતિ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે રૂા.૪૬.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી કુમાર તથા કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળાના ભવનોનું ખાતમુહુર્ત કર્યું હતું. કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રભુ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આદિજાતિ વિભાગ હેઠળ બાબેન સુગર ફેકટરીની સામે રૂા.૨૪.૪૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર આદર્શ નિવાસી શાળા ભવનમાં માટે ધો.૯ થી ૧૨માં ૩૨૦ યુવકો અભ્યાસ કરી શકશે તથા અહી જ ૧૩.૦૫ કરોડ ખર્ચે નિર્માણ થનાર કુમાર છાત્રાલયમાં ૩૦૦ વિદ્યાર્થીઓને રહેવાની સવલત મળશે. જયારે અસ્તાન ખાતે રૂા.૮૯૫.૪૪ લાખ ખર્ચે કન્યા છાત્રાલયના નિર્માણથી મળીને ૩૦૦ વિદ્યાર્નીઓ માટે સુવિભા ઉભી થશે.
આ અવસરે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પણ વિકાસના કામો ચાલતાં રહે તે સરકારની જવાબદારી છે જેથી સામાજિક અંતર જાળવી અને માસ્ક પહેરીને પણ આ કામો શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને દુર સુધી જવુ ન પડે અને ઘર આંગણે સુવિધાજનક રહેઠાણ મળી રહે તે માટે રાજય સરકારે ભવનોનું નિર્માણ કાર્ય કરી રહી છે. સુરતનું શૈક્ષણિક ક્ષેત્ર બારડોલી છે અને અહી સમગ્ર રાજ્યમાંથી દરેક જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે તેથી તેમને રહેવાની અને જમવાની સારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. બારડોલીમાં ગુજરાતનું બીજું વિદ્યાનગર સ્થપાઈ રહ્યું છે જે માટે વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તે ખુબ જ જરૂરી છે. આજે કોરોનાને હરાવવા માટે ૧૦ લાખ જેટલા ઔષધિય રોપાનું સમગ્ર ગુજરાતમાં વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ વેળાએ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની તમામ રજૂઆતો સરકાર સુધી પહોચાડવામાં આવે છે. હાલ કોરોનાની આ મહામારીમાં પણ ૩૬ કરોડ કરતા વધુના શૈક્ષણિક બાંધકામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. બારડોલી પ્રદેશમાં ઘણા શૈક્ષણિક સંકુલો ચાલે છે ત્યારે સર્વ જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રહેણાકની સુવિધાઓ મળી રહે તે માટે યુવાપેઢી અભ્યાસ કરીને દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકા દરમિયાન આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ આમૂલ પરિવર્તન આવ્યું છે. જેથી શિક્ષણ માટે બહાર જતા ભાડા ચૂકવીને રહેવું પડતું, તેમની આ તકલીફને દૂર કરવા કરવા અને તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર ઘરઆંગણે મળી રહે તે માટે આદિજાતિ વિભાગ દ્વારા ખૂબ જ શ્રેષ્ઠતમ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બારડોલીના વાંકલ ગામમાં નવોદય વિદ્યાલય, ઉમરપાડામાં સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવી છે. છેવાડના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નિરંતર પ્રયાસોને લીધે બારડોલી આજે દક્ષિણ ગુજરાતમાં શિક્ષણનું કેન્દ્રસ્થાન બન્યું છે.

Bardoli khad muhurt 2

આ વેળાએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૭૧માં વન મહોત્સવ અંતર્ગત કોરોના મહામારી વચ્ચે પ્રતિકારક રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જે વૃક્ષ રથને મંત્રીશ્રીઓના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે આઈએએસ અધિકારીશ્રી ડો. શશીકાન્ત કુમાર, માજી ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ, તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન રાઠોડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવેન્દ્ર સિંધ ચૌધરી, બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, માંડવી તાલુકાના પ્રયોજના વહીવટદાર એ. એમ. ભરાડા, આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનર કલ્પના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

*********