Mansukh Vasava Twitter

મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ .

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ નેતા મનસુખ વસાવાએ આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમના રાજીનામાનો પત્ર આપતા અને આ વાત વાયુવેગે ફેલાતા ભરૂચ-નર્મદા સહિત સમગ્ર ગુજરાતમાં અને ખાસ તો ભાજપ કાર્યકરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સાંસદ મનસુખ વસાવા છેલ્લા છ ટાઈમથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાતા હતા અને ભરૂચ નર્મદા જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોમાં તેઓની પકડ અને લોકપ્રિયતા છે ત્યારે અચાનક તેઓના રાજીનામાને કારણે ભાજપને તો ભારે ફટકો પડયો છે એમ કહેવાય છે કે સાંસદ મનસુખ વસાવા આખાબોલા અને સાચા બોલા છે અને પોતાના જ પક્ષમાં કે પોતાની સરકારમાં જે કોઈ નબળાઈ કે ખોટી વાત હોય તેનો તેઓ વિરોધ કરતા હતા

whatsapp banner 1

છેલ્લા ૩૦ વર્ષથી એટલે કે ભાજપના સ્થાપના સમયથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે અને આદિવાસી વિસ્તારોમાં ભાજપ સંગઠનની જમાવટ માટે તેઓની કામગીરી ભાજપને સત્તા પર લઈ જવામાં મહત્વની પુરવાર થઇ છે મનસુખ વસાવા આખાબોલા અને સાચા બોલો હોવાથી તેઓ સરકારની પણ ભુલો અને સરકારના નિર્ણયથી પ્રજાને અને ખાસ કરીને આદિવાસી સમાજ ને જો કોઈ નુકસાન થાય તો તે સામે અવાજ ઉઠાવતા હતા તેઓના સ્વભાવને કારણે જ કેન્દ્રીય મંત્રીપેદ ગુમાવ્યુ હતું જોકે મનસુખ વસાવા હંમેશા સત્યા અને ન્યાય ની લડાઈ લડતા આવ્યા છે તેઓએ ભાજપમાંથી આપેલ રાજીનામાં નું સાચું કારણ હજુ જાણવા મળ્યું નથી પરંતુ રાજીનામાં પાછળ તેઓનો કોઈ સ્વાર્થ નહીં પરંતુ જન સમસ્યા મુખ્યત્વે હશે તેઓ સરકાર લોકોની આ સમસ્યાઓ પ્રત્યે અને ઉકેલ પ્રત્યે કોઈ ધ્યાન નહી આપતિ. હોયતેનાથી નારાજ થઈને તેઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું મનાય છે

ભૂતકાળમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગરીબ કલ્યાણ યોજના સામે પણ તેઓએ વચેટિયા ઓ ની લાભકારક યોજના કહીને ના અવાજ ઉઠાવ્યો હતો જ્યારે તાજેતરમાં જ નર્મદા જિલ્લાના ૧૨૧ ગામો ઇકો સેન્સેટીવ ઝોનમાં સામેલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે નરેન્દ્ર મોદીને પત્ર લખી ઇકો ઝોન રદ કરવાની માગણી કરી હતી મનસુખ વસાવાના રાજીનામા બાદ ભાજપમાં કેવા સમીકરણ રચાય છે તેમના પગલે અન્ય આગેવાનો અને કાર્યકરો રાજીનામું આપે છે કે કેમ તે જોવું રહ્યું

આ પણ વાંચો…