IMG 20201213 WA0001 3

30 જેટલા આરોગ્ય તંત્રના અધિકારીઓને રાજ્ય ટીમ દ્વારા આપવામાં આવી રસીકરણની મેડિકલ ટેકનિકલ તાલીમ.

IMG 20201213 WA0001 2

▪️શનિ અને રવિવારની રજાઓમાં આરોગ્ય તંત્ર કાર્યરત રહ્યું
▪️ વડોદરા શહેર જિલ્લામાં રસીકરણ માટે સઘન સર્વેની સાથે 30 જેટલા આરોગ્ય તંત્રના અધિકારીઓને રાજ્ય ટીમ દ્વારા આપવામાં આવી રસીકરણની મેડિકલ ટેકનિકલ તાલીમ.
▪️આ લોકો માસ્ટર ટ્રેનર તરીકે રસી આપનારા ક્ષેત્રીય કર્મચારીઓને તાલીમબદ્ધ કરશે

વડોદરા, ૧૩ ડીસેમ્બર: વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ રસીકરણ અંગેની સુસજ્જતા માટેની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેના ભાગ રૂપે આરોગ્યની સાથે શિક્ષણ ,મહેસૂલ અને અન્ય સહયોગી વિભાગોના કચેરીઓની ટીમોએ શની રવિની રજાઓનો ભોગ આપીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસીકરણ માટે સર્વેની સઘન કામગીરી ચાલુ રાખી હતી.બીજી બાજુ ,રાજ્ય કક્ષાની તાલીમ ટીમ દ્વારા આરોગ્ય તંત્રના 30 જેટલા અધિકારીઓને બે દિવસ દરમિયાન રસી આપવાની ટેકનિકલ અને મેડિકલ તાલીમ આપવામાં આવી હતી.આ લોકો માસ્ટર ટ્રેનર તરીકે ફિલ્ડમાં જેઓ ખરેખરું રસી આપવાનું કામ કરશે તેવા આરોગ્ય કર્મચારીઓને રસી કેવી રીતે આપવી, કંઈ તકેદારીઓ રાખવી,રસીને કેવી રીતે સાચવવી જેવી બાબતોની સઘન તાલીમ આપશે.આમ, સર્વેની સાથે જિલ્લા આરોગ્ય તંત્રે રસીકરણના માસ્ટર ટ્રેનર્સને તૈયાર કર્યા છે.

આ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવટે જણાવ્યું કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના ઉપક્રમે આ તાલીમ રાજ્યના મુખ્ય રસીકરણ અધિકારી ,પરિવાર કલ્યાણના અધિક નિયામક અને ઉપરોક્ત સંસ્થાના અધિક નિયામક તાલીમના નેતૃત્વ હેઠળ આપવામાં આવી હતી.આ લોકો દ્વારા માસ્ટર ટ્રેનર તરીકે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અમલદારો,પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી,વેક્સિન અને કોલ્ડ ચેન મેનેજર,રોગચાળા નિયંત્રણ આરોગ્ય અધિકારી અને કેટલાક તાલુકા આરોગ્ય અધિકારીઓ ને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં કોવિડ રસીકરણ માટે યોજનાબદ્ધ રીતે ટોપ ટુ બોટમ માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.