Kidnapping case: બાળકીનું અપહરણ કરનાર આરોપીને ૧૦ વર્ષની સજા

news flash desh ki aawaz

Kidnapping case: ડીસાના એડીશનલ સેસન્સ જજનો દાખલારૂપ ચુકાદો

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૩૧ માર્ચ:
Kidnapping case: બનાવની વિગત મુજબ ગત તા.૯-૭-૧પ ના રોજ ફરીયાદી તથા તેનો દિકરો કરીયાણું લેવા ગયેલા અને ફરિયાદીની પત્નિ બાજુમાં ઘાસચારો લેવા ગયેલા ત્યારે તેમના ત્રણ બાળકો ખેતરમાં આવેલા ઓરડે હાજર હતા તે દરમ્યાન ભોગ બનનાર બાળકીને આરોપી ખેતરમાં આવેલ ઓરડી પરથી એક સફેદ ગાડીમાં નાખીને લઈ ગયેલ. માતા-પિતા ઘરે આવતા દિકરી ઘરમાં ન મળતાં તેમના પિતાએ પોતાની દિકરીનું અપહરણ ટીનાજી લાલાજી ઠાકોર કરી ગયેલ છે.

Whatsapp Join Banner Guj

સમાજમાં નાની વયની દિકરીઓ સાથે પણ વધતી જતી અત્યાચારની ઘટનાઓને ગંભીરતાથી લઈ ડીસાના નામદાર એડિશનલ સેસન્સ જજે બાળકીનું અપહરણ કરનાર આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કરી દાખલો બેસાડ્યો છે.

ADVT Dental Titanium

તે મતલબની ફરિયાદ શિહોરી પોલીસ મથકમાં આપેલ. જેથી આરોપી વિરૂધ્ધ ઇ. પી. કો. ક.૩૬૩, ૩૬૬ અને પોક્સો એક્ટ કલમ ૩ (સી) ૪ મુજબનો ગુનો દાખલ થયેલ. પોક્સો એક્ટનો ગુનો બનતો હોઈ જે સ્પે.પો.કે.નં.૪-ર૦૧૭ ડીસાના મે. એડિશનલ સેસન્સ જજ બી.જી.દવે સાહેબ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ નિલમબેન એસ.વકીલ ( બ્રહ્મભટ્ટ) એ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કરીને જણાવેલ કે આવુ હીન કૃત્ય કરનારને સમાજમાં છુટો મુકી શકાય નહી તેવી ધારદાર દલીલો ધ્યાને લઈ પોક્સો એક્ટ અંતર્ગત દશ વર્ષની સજા તેમજ ભોગ બનનાર બાળકીને દશ લાખનું વળતર ચુકવવા હુકમ કરેલ તેમજ દર માસે દાખલારૂપ પંદર હજાર રૂપિયા ચુકવાનો પણ હુકમ કરેલ છે…

આ પણ વાંચો…ડીસામાં યુવકની હત્યાને લઈ પરિવારમાં ભારોભાર રોષ