જિયો (jio) ભારતમાં 50 મિલિયન સુક્ષ્મ, નાના અને મધ્યમ વેપારને ડિજિટલી ટ્રાન્સફોર્મ કરશે

Jio Gujarat

‘જિયો બિઝનેસ’ (jio)ઇન્ટિગ્રેટેડ ફાઇબર કનેક્ટિવિટી અને ડિજિટલ સોલ્યૂશન્સ સાથે MSMBsને સશક્ત બનાવશે

બજારમાં પ્રવર્તમાન કિંમતોની સરખામણીએ 10મા ભાગની કિંમતે કનેક્ટિવિટી
પાર્ટનર્સ સાથે સહયોગિતા સાધીને ઉપયોગમાં સરળ, એન્ટરપ્રાઇઝ-ગ્રેડ, કોઈપણ વધારાની કિંમત વગર ડિજિટલ સોલ્યૂશન્સ

મુંબઈ, 10 માર્ચ: સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના વેપાર માટે જિયો (jio) બિઝનેસ ઇન્ટિગ્રેટેડ કનેક્ટિવિટી ઓફર કરી રહ્યું છે, જેની રચના ત્રણ મહત્વના પાયા પર થઈ છેઃ

  1. એન્ટપ્રાઇઝ-ગ્રેડની ફાઇબર કનેક્ટિવિટી જે વોઇસ અને ડેટા સર્વિસિઝ ઓફર કરે છે
  2. પેઢીનું સંચાલન કરવા અને વેપારનો વિકાસ સાધવામાં મદદ કરનારું ડિજિટલ સોલ્યૂશન્સ
  3. MSMBs માટે અગ્રણી ડિજિટલ સોલ્યૂશન્સ આપતાં ડિવાઇસીસ
ADVT Dental Titanium

આ જાહેરાત કરતાં જિયોના (jio) ડિરેક્ટર શ્રી આકાશ અંબાણીએ ટિપ્પણી કરતાં કહ્યું કે, “સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના વેપાર-ધંધા ભારતીય અર્થતંત્રના આધારસ્તંભ છે. હાલમાં, ઇન્ટિગ્રેટેડ ડિજિટલ સેવાઓની ઉપલબ્ધતા અને અધ્યતન એન્ટરપ્રાઇઝીસ ઓફરિંગ્સના ઉપયોગની જાણકારીના અભાવના કારણે, નાના અને મધ્યમ કદના વેપારીઓ તેમના વેપારનું અસરકારક સંચાલન કરવા ડિજિટલ ટેક્નોલોજીસની તાકાતનો ફાયદો ઉઠાવી શકતાં નથી.

હવે, જિયોબિઝનેસ (jio) નાના વેપારીઓને એન્ટરપ્રાઇઝ-ગ્રેડની વોઇસ અને ડેટા સેવાઓ, ડિજિટલ સોલ્યૂશન્સ અને ડિવાઇસિસ પૂરા પાડીને ઉપરોક્ત અભાવની પૂર્તિ કરશે. ઉપયોગ કરવામાં અત્યંત સરળ આ સોલ્યૂશન્સ તેમને તેમનો વેપાર અસરકારક રીતે ચલાવવામાં અને મોટા વેપાર-ધંધા સાથે હરિફાઇ કરવામાં પણ મદદ કરશે.

Whatsapp Join Banner Guj

હાલમાં, સુક્ષ્મ અને નાના વેપાર-ધંધા ધારકો દર મહિને કનેક્ટિવિટી, પ્રોડક્ટિવિટી અને ઓટોમેશન ટૂલ્સ પાછળ દર મહિને રૂ. 15,000થી રૂ. 20,000 જેવો ખર્ચ કરે છે. આજે, આ સોલ્યૂશન્સ પૂરા પાડીને નાના વેપાર-ધંધાને સશક્ત કરવા તરફનું પહેલું ડગલું માંડીએ છીએ, તે પણ એક હજાર રૂપિયા પ્રતિ મહિનેથી શરૂ થતી આ કનેક્ટિવિટી પ્રવર્તમાન ખર્ચની સરખામણીએ દસમા ભાગના ખર્ચે પ્રાપ્ત થશે.

આ ડગલાં સાથે, અમને વિશ્વાસ છે કે લાખો સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના વેપાર-ધંધા સમૃદ્ધિ તરફ ઝડપભેર ગતિ કરશે અને ન્યૂ આત્મ-નિર્ભર ડિજિટલ ઇન્ડિયાનું સર્જન કરવા તરફ આગળ વધશે.”

Jio tariff

જિયો બિઝનેસના મહત્વના પાસાઓ

  1. ગ્રાહકના અનુભવને બહેતર બનાવશેઃ ઉપયોગકર્તાના રોજબરોજના અનુભવનો વધુ સારો તાલમેલ
  2. વેપારને ઓનલાઇન લઈ જશે અને આવક વધારશેઃ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર વેપાર આસાનીથી લોકો સુધી પહોંચશે
  3. વેપાર 24×7 બનાવશેઃ ગમે તે ટાઇમે અને ગમે ત્યાંથી કર્મચારીઓ, ગ્રાહકો અને વેપારને સંચાલિત કરી શકાશે
  4. વેપારની કાર્યક્ષમતા વધારશેઃ ડિજિટલ સોલ્યૂશન્સ દ્વારા વેપારનું કદ મોટું બનાવશે
  5. ખર્ચ ઘટાડશેઃ ડિજિટલ સોલ્યૂશન્સ દ્વારા ઉત્પાદકતા વધારશે
WhatsApp Image 2021 03 09 at 8.31.07 PM

જિયો (jio) બિઝનેસના ટેરિફ પ્લાન્સ (તમામ જરૂરિયાતો પૂરી કરતાં 7 નવા પ્લાન્સ)

નાના અને મધ્યમ કદના વેપાર-ધંધા માટેના જિયો (jio) બિઝનેસની ખાસિયતોઃ

  • વન સ્ટોપ-શોપ સોલ્યૂશનઃ એક જ સ્થળે કનેક્ટિવિટી અને ડિજિટલ સોલ્યૂશન્સ
  • રેડી ટુ યુઝઃ કોઈપણ નિષ્ણાતની જરૂર ન રહે તેવા રેડી-ટુ-યુઝ ડિજિટલ સોલ્યૂશન્સ
  • એસિસ્ટેડ સેલ્સ એન્ડ ઓન-બોર્ડિંગઃ જો ઉપયોગકર્તાને કોઈ વિશેષ પ્રકારની મદદની જરૂર હોય તો યોગ્ય પ્લાન્સ અથવા સોલ્યૂશન્સની પસંદગી કરવા માટે, ડિજિટલ સોલ્યૂશન્સના ઉપયોગ કે સંચાલન માટે સ્પેશિયલાઇઝ્ડ ડિજિટલ એડ્વાઇઝર્સ હાજર રહેશે
  • ડિજિટલ અકાઉન્ટ મેનેજમેન્ટઃ ડિજિટલ સેલ્ફ-કેર પોર્ટલ નાના અને મધ્યમ વેપારીઓને સશક્ત બનાવશે, પ્લાન બદલવાની સુવિધા, પર્ફોર્મન્સ જોવા માટેનું ડેશ બોર્ડ, ચુકવણીઓ કરવાની સરળતા અને મદદની જરૂર હોય તો ટિકિટ્સ રેઇઝ કરી શકાશે અને તેનાથી પણ વિશેષ ઘણું બધું

જિયો (jio) બિઝનેસ સોલ્યૂશન્સ કેવી રીતે મેળવશો

  • www.jio.com/business પર એક મુલાકાત લો
  • ‘ઇન્ટરેસ્ટેડ’ સેક્શનમાં આપના સંપર્કની વિગતો મૂકી દો
  • જિયોબિઝનેસ એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં જ આપનો સંપર્ક કરશે

આ પણ વાંચો…ડીસા તાલુકા સંઘ (Deesa Taluka Sangh)ના પૂર્વ ચેરમેન સામે ગુનો દાખલ