Market yard

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે વિવિધ જણસોના ન્યનત્તમ રૂા.૨૫૦ થી રૂા. ૫૦૦૦ના ભાવો ઉપજયા

Market yard 2

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે

૩૫૦ કવીન્ટલ ઘઉં, ૨૭૦૦ કવીન્ટલ મગફળી અને ૧૮૦૦ કવીન્ટલ બી.ટી. કપાસ સહિત કુલ ૫૪૪૬ કવીન્ટલ જણસોના જથ્થાની આવક વિવિધ જણસોના ન્યનત્તમ રૂા.૨૫૦ થી રૂા. ૫૦૦૦ના ભાવો ઉપજયા

અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે. જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે સવારથી જ લાંબી કતારમાં પોતાની જણસો સાથે વાહનોમાં આવેલા ખેડૂતો પોતાની મગફળી અને કપાસના ઉત્પાદનને વેંચાણ અર્થે લાવ્યા હતા. જેમાં ઘઉં એન.પી. ટુકડા ૩૫૦ કવીન્ટલ, મગફળી જી-૨૦ ૨૭૦૦ કવીન્ટલ, બી.ટી. કપાસ ૧૮૦૦ કવીન્ટલ  સહિત કુલ ૫૪૪૬ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક થઇ હતી. જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૨૫૦ થી મહત્તમ રૂા. ૫૦૦૦ ઉપજયા હતા. તેમ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.

loading…