Market yard Jamnagar

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણ કલાકમાં ૧૪ હજાર જેટલી મગફળીની ગુણી ની આવક થઈ

Market yard Jamnagar
  • જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન જ ૧૪ હજાર જેટલી મગફળીની ગુણી ની આવક થઈ
  • તાલુકા ભર ના ખેડૂતો ટેકાના ભાવે મગફળી ના વેચાણ ની રાહ જોયા વિના ૩૫૦ જેટલા વાહનો લઈને દોડી આવ્યા
  • હાપા યાર્ડ માં ૭૫૦ થી લઈને ૧,૩૦૦ ના ભાવે મગફળીના સોદા થયા: હવે પછી સોમવારે કરાશે આયાત

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૨ ઓક્ટોબર: જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડ આજે માત્ર ત્રણ કલાકના સમયગાળા માટે ખેડૂતોને પોતાની મગફળી લઈને આવવા માટે બોલાવાયા હતા, જે ત્રણ કલાકના સમયગાળા દરમિયાન નાના-મોટા ૩૫૦ જેટલા વાહનોમાં ખેડૂતો પોતાની મગફળી લઈને આવી ગયા હતા, અને માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ચૌદ હજાર જેટલી મગફળીની આવક થઈ ગઈ છે.

Market yard Jamnagar 2


જામનગરના હાપા યાર્ડમાં માત્ર ત્રણ કલાક માટે જ હરાજ ની પ્રક્રિયા માટે ખેડૂતોને પોતાની મગફળી નો જથ્થો લઈને આવવા માટે ની જાણકારી અપાઇ હતી જે સવારે છ વાગ્યાથી ૯ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટ્રેક્ટર, જીપ, ટેમ્પો સહિતના ૩૫૦ વાહનોમાં ખેડૂતો આવી પહોંચ્યા હતા, અને ૧૪ હજારથી વધુ ગુણ ની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી, અને સવારે નવ વાગ્યા પછી તેની હરાજી ની પ્રક્રિયાઓ પણ પ્રારંભ કરી દેવામાં આવી હતી.

Market yard Jamnagar 4

આ વખતે મગફળી નો ઉતારો ખૂબજ સારો હોવાથી ૭૫૦ રૂપિયાથી ૧,૩૦૦ રૂપિયા સુધીના ભાવના સોદા પણ થયા હતા. ખેડૂતોએ પોતાના સરકાર દ્વારા ખરીદવામાં આવનારી મગફળી માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમ છતાં પણ તેની રાહ જોયા વિના પોતાનો મગફળી જથ્થો વેચાઈ જાય તેના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા હતા, અને હરાજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

WhatsApp Image 2020 10 22 at 12.38.14 PM

લગભગ ત્રણ દિવસમાં તમામ ના સોદા થઈ જશે, ત્યાર પછી આગામી સોમવારે સવારે ૬ થી ૯ વાગ્યા સુધી ત્રણ કલાક માટે વધારાના ખેડૂતોને પોતાની મગફળી નો જથ્થો લઈને વેચવા માટે બોલાવાશે. જોકે સરકાર દ્વારા ૨૬મી તારીખથી મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

loading…