food distribution

Hanuman Jayanti: કોરોના દર્દીઓની સેવા દ્વારા હનુમાન જન્મજયંતિની અનોખી ઉજવણી

Hanuman Jayanti:એસ.એમ.ડબ્લ્યુ.બી યુથ ક્લબ કારેલીબાગ દ્વારા હનુમાન જન્મજયંતિની અનોખી ઉજવણી: કોરોના દર્દીઓની સેવા દ્વારા ઉજવણી

એસએસજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલ ખાતે કોવીડના દર્દીઓ માટે ૯૦૦ પેકેટ ફ્રુટ અને લીંબુ પાણીની ૯૦૦ બોટલનું વિતરણ દર્દીઓના ૫૦૦ સગાઓને આપ્યું ભોજન

વડોદરા: ૨૭ એપ્રિલ: Hanuman Jayanti: એસ.એમ.ડબ્લ્યુ.બી યુથ ક્લબ કારેલીબાગ વડોદરા દ્વારા હનુમાન જન્મજયંતિ નિમિત્તે છેલ્લા ૧૫ વર્ષથી ભંડારો કરવામાં આવે છે. આ ભંડારામાં અનેક લોકો જોડાઇ અને પ્રસાદ લે, તેવી પ્રથા હતી. વર્ષ-૨૦૨૦થી કોવીડની સ્થિતિને ધ્યાને લઇ ભીડ એકત્ર ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે કંઇક અનોખું કરી સેવાયજ્ઞ અવિરત રાખવામાં આવ્યો. ગત વર્ષ-૨૦૨૦માં હનુમાન જન્મજયંતિ નિમિત્તે જરૂરિયાતમંદોને ૧૫ દિવસ ચાલે તેટલી અનાજની ૨,૫૦૦ કિટનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

એસ.એમ.ડબ્લ્યુ.બી યુથ ક્લબ કારેલીબાગ વડોદરા દ્વારા આજે હનુમાન જન્મજયંતિ (hanuman jayanti) નિમિકરવા કોરોના મહામારીમાં એસએસજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલ ખાતે કોવીડના દર્દીઓ માટે ૯૦૦ પેકેટ ફ્રુટ, ૯૦૦ લીંબુ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર્દીઓના પરિવારજનો હોય તેવા ૫૦૦ વ્યક્તિઓને આજે ભોજન આપવામાં આવ્યું હતું. વધુમાં છેલ્લા ૧૨ દિવસથી એસ.એમ.ડબ્લ્યુ.બી યુથ ક્લબ દ્વારા લીંબુ પાણીની ૬૦૦ બોટલ અને ૩૦૦ વ્યક્તિઓને કઠોળ, રોટલી સહિત ખાદ્યસામગ્રીના ફુડ પેકેટ્સ પૂરાં પાડવામાં આવ્યા છે, જે સેવાયજ્ઞ સતત શરૂ છે.એમ એસ.એમ.ડબ્લ્યુ.બી યુથ ક્લબના સ્વયંસેવક કમલેશ નાયક અને આશિષ દવેએ જણાવ્યું છે.

આ પણ વાંચો…લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમોનો ચુસ્તપણે અમલ- રાત્રી કરફ્યુમાં સ્ટીકર(sticker in night curfew) નહીં હોય તો બહાર નહીં નીકળી શકાય- વાંચો વિગતે અહેવાલ

ADVT Dental Titanium