Gujarat valimandal: ધોરણ 1થી 9ને માસ પ્રમોશન આપવાની ગુજરાત વાલીમંડળનો માંગ

ધોરણ 10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળ (Gujarat valimandal)નો મુખ્યમંત્રીને રજૂઆત

  • ધોરણ 1થી 9ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ
  • ધોરણ 10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા રજૂઆત
  • ગુજરાત વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર, કોરોનાના પગલે વિધાર્થીઓને રાહત આપવાની માંગ
  • ઘોરણ ૧૦-૧૨ની પરીક્ષા મે મહિનામાં જ લેવાશે : રુપાણી

ગાંધીનગર, ૧૩ એપ્રિલ: Gujarat valimandal: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના બેકાબુ બની રહ્યો છે અને નાગરિકો ચિંતાતુર બન્યા છે.ત્યારે ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિધાર્થીઓને પરીક્ષાની પળોજણમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે અને કહ્યું છે કે ઘોરણ ૧થી ૯ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ અને ઘોરણ ૧0-૧૨ બોર્ડ પરીક્ષા જૂનામાં લેવા પણ સુચન કર્યું છે, જો કે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સ્પષ્ટ કર્યું છે કે ઘોરણ ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મેં મહિનામાં જ લેવાશે.

Whatsapp Join Banner Guj

કોરોના સંક્રમણનો ભરડો અમદાવાદથી લઈને સૂરત થઇ સમગ્ર રાજ્યને સાંકળી રહ્યો છે.ત્યારે શરુ થયેલ શાળાઓતો ગત મહીને જ રાજ્ય સરકારે બંધ કરાવીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો આદેશ શાળાઓને કર્યો હતો. જો કે છતાં પણ કોરોનાના કારણે ઉભી થયેલ ભયંકર પરિસ્થિતિના પગલે હવે ગુજરાત વાલી મંડળ (Gujarat valimandal) મેદાને આવ્યું છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અમદાવાદ સ્થિત ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ઘોરણ ૧ થી ૯ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ કરી છે,

ADVT Dental Titanium

આ ઉપરાંત કોરોનાના પગલે ઘોરણ ૧0-૧૨ની બોર્ડ પરીક્ષા પણ પાછળ ઠેલીને જુનમાં લેવાની રજૂઆત કરી છે.પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે જ કોરોનાના કારણે ઉદભવેલી સ્થિતિના કારણે રાજ્ય સરકારે જ મે મહિના સુધી તમામ રાજકીય અને અન્ય કાર્યક્રમ રદ્દ કરી દીઘા છે, ત્યારે પરીક્ષા લેવી શક્ય નથી.આમ પણ નવું શૈક્ષણિક સત્ર જુનમાં જચાલુ થતું હોવાથી વિધાર્થીઓને અને સરકારને અગાઉથી અનુકુળતા કરવાનું સહજ રહે તે હેતુ પણ પરીક્ષા જુન મહિનામાં લેવી જોઈએ. આ ઉપરાંત ઘોરણ ૧ થી ૯ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. જો કે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સ્પષ્ટ કર્યું છે કે ઘોરણ ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મેં મહિનામાં જ લેવાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાના કારણે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ઘોરણ ૧ થી ૯ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…Lockdown: મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.