afarin teble tennis edited

સુરતની આફરિન મુરાદ કચ્છના ગાંધીધામ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ (Gujarat State Table Tennis) ચેમ્પિયનશીપમાં ગર્લ્સ ટાઇટલ જીતી

Gujarat State Table Tennis

આફરિન મુરાદ ગાંધીધામ ખાતે આયોજિત (Gujarat State Table Tennis) ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ગર્લ્સ ટાઇટલ જીતી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૦૮ ફેબ્રુઆરી
: કચ્છના ગાંધીધામ ખાતે આયોજિત (Gujarat State Table Tennis) ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુરતની આફરિન મુરાદે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં અનુક્રમે ગર્લ્સ ટાઇટલ જીતી સુરતનું ગૌરવ વધાર્યું છે.

Whatsapp Join Banner Guj

કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના સહયોગથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ (Gujarat State Table Tennis) એસોસિએશન દ્વારા સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૧ નું આયોજન કરાયું હતું, જેમાં જુનિયર ગર્લ્સની ફાઇનલમાં ભારે રોમાંચ રહ્યો હતો, અને મેચ સાત ગેમ સુધી ચાલી હતી. હરિફ નામનાએ કેટલાક શાનદાર બેકહેન્ડ રિટર્ન્સ દ્વારા તેની સ્કીલ દાખવી હતી તો મુરાદે આક્રમક ફોરહેન્ડનો ઉપયોગ કર્યો હતો.

Afreen Murad,Gujarat State Table Tennis

૩-૧ ની સરસાઈ પર આફ્રિન મુરાદ સામે પ્રતિસ્પર્ધી નામનાએ પાંચમી તથા છઠ્ઠી ગેમ જીતી લીધી હતી. પરંતુ આફરિને રમતના અંતે વિજય હાંસલ કર્યો હતો. સેમિફાઈનલમાં આફરિને સુરતની જ મિલી તન્નાને હરાવી હતી.

વિજેતા બનેલી આફ્રિન મુરાદે ખુશી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ‘રમત દરમિયાન હું થોડી નર્વસ હતી. પરંતુ મેં વિચલીત થયા વિના નિર્ણાયક ગેમમાં મારી નૈસર્ગિક રમત દાખવી હતી. ત્રણ વર્ષના ગાળા બાદ જુનિયર ગર્લ્સની ફાઇનલ જીતી હોવાનું તેણે કહ્યું હતું.

આ પણ વાંચો…અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Corona vaccine) કોરોના વેક્સિનનો 19 મો દિવસ