DGP Shivanand jha

પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહિ આવે: ડી.જી.પી

તા. ૨૧/૦૭/૨૦૨૦ સોશિયલ મિડિયામાં પોલીસનો ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર 

WhatsApp Image 2020 07 21 at 4.15.24 PM

ડી.જી.પી.શ્રી દ્વારા અપાયા તપાસના આદેશ. ગાંધીનગરમાં ત્રણ લોકોવિરુધ્ધ ગુનો દાખલ

ગાંધીનગર,૨૧ જુલાઈ ૨૦૨૦

દેશ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને આ લડાઈમાં જ્યારે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજને સેવાના રૂપમાં લઈને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આ કઠિન સમયમાં સમાજના કેટલાક અનૈતિક તત્વો ગ્રેડ-પેમાં વધારાના મુદ્દાને લઈને પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા તત્વો,સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હિંસક આંદોલન શરૂ કરવાના મલીન ઈરાદાથી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનું અને તેઓમાં અસંતોષની લાગણી ફેલાવવાનું ગેરકાયદેસર અને અનૈતિક કામ કરી રહ્યા છે. આવી રીતે પોલીસ જવાનોને ખોટી, ગેરમાર્ગે દોરનારી અને મલીન ઇરાદાથી પ્રેરાઈને થતી ઉશ્કેરણી ગેરકાયદેસર છે અને જેથી તેને, કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. પરંતુ, હાલમાં આવી તમામ પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ છે અને આવી પ્રવૃત્તિ કરવા માટે પડદા પાછળ અને પડદાં આગળ જે લોકો ભાગ ભજવી રહ્યા છે તેમને ઓળખી કાઢવામાં આવી રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિ The Police (Incitement to Disaffection) Act, 1922 મૂજબ અને હાલના કોવીડ -૧૯ના સંકટને ધ્યાનમાં લેતાં, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપીડેમિક ડીસીઝ એકટ હેઠળ પણ ગુનો બને છે. 

આવી તમામ પ્રવૃત્તિ અને તેમાં સામેલ તમામ લોકો ઉપર ખૂબ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. જે લોકો આમાં સામેલ હશે તે તમામ વિરૂધ્ધ કાયદાકિય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આવી પ્રવૃત્તિમાં કોઈ પોલીસ કર્મચારી ભાગ લેશે અથવા તેને પરોક્ષ રીતે સર્મથન આપશે અથવા સોશિયલ મિડિયા ઉપર આવા ભડકાઉ મેસેજ ફેલાવશે તો તેવા કર્મચારીઓ સામે પણ ખાતાકીય અને કાયદાકીય પગલાં લેવામાં આવશે. આવી કોઈ બાબત ધ્યાને આવે તો સંબંધીત કર્મચારી વિરુધ્ધ શિસ્તવિષયક કાર્યવાહી કરવા તમામને સૂચના આપવામાં આવેલ છે. 

આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવા અંગેને એક ગુનો ગાંધીનગર જીલ્લાના સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. લોક રક્ષક દળ પોલીસ ભરતીના ઉમેદવારોને ઉશ્કેરવાના અંગેનો આ ગુનો ત્રણ આરોપીઓ વિરુધ્ધ નોંધવામાં આવેલ છે. આ આરોપીઓના નામ કમલેશ સોલંકી, ભોજાભાઈ ભરવાડ અને હસમુખ સકસેના છે. ટેકનિકલ ઈનપુટ અને સોશ્યલ મીડિયા મોનિટરિંગના આધારે જાણવા મળેલ છે કે, આ આરોપીઓ દ્વારા કારખાનાઓમાં આગ ચંપી કરીને,ઉમેદવારોને હડતાલ પાડવા ઉશ્કેરીને,તથા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવી,આંદોલન કરવા અંગેનું કાવતરું ઘડેલ હતું. આ ત્રણ આરોપીઓને હાલમાં ડીટેઈન કરવામાં આવ્યા છે, અને તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે. 

પોલીસ વિભાગ એ શિસ્તને વરેલું તથા સાહસ, શૌર્ય અને સેવાને સમર્પિત એવું એક ખાત છે. સમાજની સેવા આ ખાતામાં શિસ્ત અને અનુશાસનને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છેકરવાની નોકરી એટલે પોલીસની નોકરી. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પોલીસના કોસ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બીજે અનેક સુવિધા અને ભથ્થા આપવામાં આવે છે. ગુજરાતમાં પોલીસ કોન્સ્ટબ્યુલરી સ્ટાફ પાસે, જે રજાના દિવસે કામ લેવામાં આવે, તો તે બદલ આવા કર્મચારીઓને અન્ય પગાર ભથ્થાઓની સાથેસાથે-, રજા પગાર પણ ચૂકવવામાં આવે છે. સરેરાશ પોલીસ કોસ્ટેબલને, વર્ષભરમાં ત્રણ માસના પગાર જેટલો અલગથી રજા પગાર ચૂકવવામાં આવે છે .પોલીસ કર્મચારીઓને જૂથ વિમા યોજનાનો લાભ આપવામાં આવે છે .Coid-19 જેવી ખાસ ફરજ દરમ્યાન શહીદ થાય, તેના પરિવારને રૂ ર૫લાખની નાણાકીય સહાય કરી રહી છે. તમામ પોલીસ કર્મચારીઓને ઉત્તમ પ્રકારના યુનિફોર્મ આર્ટીકલ્સ તથા જરૂરી હોય ત્યાં પોલીસ કર્મચારીઓને સરકારી વાહનોની સગવડ પણ આપવામાં આવે છે.

પોલીસ કર્મચારીઓને રહેવા માટે ઉત્તમ પ્રકારના સરકારી આવાસની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે સમયાંતરે આવા મકાનોની ગુણવત્તાઅને સાઈઝમાં પણ વધારો કરવામાં આવે છેકોન્સ.ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓમાં Job Satisfactionનું પ્રમાણ ઊંચું રહે અને તેમની ક્ષમતામાં વધારો થાય તે હેતુથી, હાલમાં ગૃહ વિભાગ દ્વારા પવર્ષની – સેવા ધરાવતાં કોન્સટેબલને પણ ગુનાના ઈન્વેસ્ટીગેશનની સત્તા આપવામાં આવી છે આવી સત્તા . આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આમ પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે જરૂરી તમામ પગલાંઓ લેવા સરકાર કટિબધ્ધ છે.

***********